અગ્રણી એન્જીનીયરીંગ, પ્રોકયોરમેન્ટ એન્ડ ક્ધસ્ટ્રકશન (ઇપીસી) કંપની એસ્સાર પ્રોજેકટસ ઇન્ડિયા લી. (ઇપીઆઇએલ) નાણાંકિય વર્ષ ૨૦૧૬-૧૭માં ‚ા ૨૮૬૨ કરોડના ૧૦ પ્રોજેકટસ પૂર્ણ કરીને કાર્યકરત કર્યા છે. આમાંના કેટલાક પ્રોજેકટસ રાષ્ટ્રિય મહત્વ ધરાવતા પ્રોજેકટસ છે અને દેશમાં માળખાગત સુવિધાઓના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. કંપનીએ નાણાંકિય વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન ‚ા ૨૦૦૦૦ કરોડની આવક નોંધાવી છે.
ઇપીઆઇએલ દ્વારા મહત્વના પ્રોજેકટસ હાથ ધરાયા છે. તેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લીમીટેડનો વાર્ષિક ૧૫ મિલીયન મેટ્રીક ટનનો પારાદીપ રીફાઇનરી પ્રોજેકટ, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગોશન (સૌની) પાઇપ લાઇન યોજના પ્રોજેકટ તથા મ્યાનમારમાં કાલાદન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેકટનો સમાવેશ થાય છે.
જે અન્ય પ્રોજેકટસ હાથ ધરાયા છે. તેમાં ભારત અને વિદેશમાં સ્ટલી, ઓઇલ અને ગેસ તથા ફર્ટીલાઇઝર્સનો સમાવેશ થાય છે.વિતેલા વર્ષોમાં ઇપીઆઇએલ દ્વારા સરકાર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓના મોટા ટર્નકી પ્રોજેકટસ અમલમાં મૂકીને પૂર્ણ કરવામાં આવ્યા છે.
કંપનીના ચીફ ઓપરેટીંગ ઓફીસર એ.વી. અમરનાથ જણાવે છે કે ‚ા ૮૦૦૦ કરોડની ઓર્ડર બુક સાથે અમે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં વધુ બહેતર દેખાય માટે સજજ છીએ.ગયા વર્ષે અમે હાથ પરના પ્રોજેકટસ પૂર્ણ કરવામાં ઘ્યાન કેન્દ્રિત કર્યુ હતું.સરકાર માળખાગત સુવિધાઓ તરફ ઝોક દાખવી રહી છે.
ત્યારે ભારતના બજારમાં મોટી તકો ઉભી થઇ છે. ઇપીઆઇએલ આ પ્રકારના પ્રોજેકટસ હાથ ધરવા માટે સજજ છે અને અમે ખર્ચમાં સ્પર્ધાત્મકતા તથા સમયસર ડીલીવરી અને ટેકનીકલ જાણકારીને કારણે વિશેષ સરસાઇ ધરાવીએ છીએ.