તાજેતર માં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા રાજકોટ ની ભાગોળે પુનિતનગર પાણી ના ટાંકા ની સામે આવેલ એક ઝુપડપટ્ટી માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ની શુભ શરૂવાત કરી છે. સંસ્થા ના વર્ષો ના નિયમ મુજબ ક્લાસ ના પહેલા દિવસે ઝુપડપટ્ટી ના બાળકો હસ્તે કેક કટિંગ કરાવી ને ક્લાસ નો શુભારંભ કરવા માં આવેલ.
શ્રીમતી રૂપલબેન રાઠોડ અને પૂર્વીબેન કવા આ ક્લાસ્સ નું સંચાલન કરી રહ્યા છે. સંસ્થા ના નવા ક્લાસ ની શરૂવાત માટે દીપાબેન વઘાસીયા, બક્ષીતાબેન મોદી, પાર્થભાઈ વાઘેલા, રાજુભાઈ ત્રિવેદી, દિવ્યેશભાઈ પુરોહિત, પાર્થભાઈ મહેતા, દીપકભાઈ જોશી અને નિલેશભાઈ જોશી એ શુભેચ્છા પાઠવેલી.
અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર રાજકોટ ઉપરાંત જામનગર માં ઝુપડપટ્ટી અને સ્લેમ વિસ્તારો ના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે છેલ્લા ચાર વર્ષ થી ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ – ૯૨૭૬૦૦૭૭૮૬ નો સંપર્ક: કરવા જણાવેલ છે.