ગૌ વિજ્ઞાન ચિકિત્સા કેમ્પનો ૨૦૦ જેટલા દર્દીઓએ લીધો લાભ
ઓરંગાબાદ મહારાષ્ટ્રના ગોલ્ડન ગૃપ દ્વારા સોમનાથ ટ્રસ્ટ ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કરાયું.. ભગવાન હરિ અને હર ભૂમિ જ્યાં વૃક્ષ અને કણ કણ માં કૃષ્ણની ચરણ રજ વાસ કરે છે, આ ભૂમિ માં વૃક્ષારોપણ કરી ગૃપ મેમ્બર્સ ધન્ય બન્યા હતા. આ ઉપરાંત ગૌ ચિકિત્સા કેમ્પ તથા ગૌ વિજ્ઞાન કથાનો વક્તા ડો.નિરંજન વર્મા ગુરૂજીના વ્યાસાસને આજથી ભવ્ય પ્રારંભ. આજે ગૌ વિજ્ઞાન થી અસાધ્ય રોગોનું સમાધાન શક્ય બનેલ છે.
આજરોજ ગોવિજ્ઞાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં પંચગવ્ય ઉપચાર નિશુલ્ક દવા વિતરણ વિગેરે કરવામાં આવેલ જેનો લાભ ૨૦૦ જેટલા લાભાર્થીઓ એ ચિકિત્સા-માર્ગદર્શન-દવા વિગેરેનો લાભ લીધો હતો. હજુ આ શિબીરી તા.૧૮ તથા તા.૧૯ ઓગસ્ટ શરૂ રહેશે જેનુ રજીસ્ટ્રેશન અગાઉ નીચે મુજબના સંપર્કો દ્વારા કરવાનું રહેશે. ચિકિત્સા શીબીરનો સમય સાંજે ૩ થી ૬ દરમ્યાન પથીકાશ્રમ ડોમ શ્રી સોમનાથ મંદિર સામે યોજાશે.