ચીનમાં ફેમીલી પ્લાનીંગ પોલીસી જાહેર, બેથી ઓછા બાળકો ધરાવતા લોકોએ મેટરનીટી ફંડ ચુકવવો પડશે
જનસંખ્યામાં થતો વધારો અટકાવવા માટે સરકાર કેમ્પેઈન, મિશન દ્વારા લોકજાગૃતિ ફેલાવતી હોય છે પરંતુ ચીનમાં તો જાણે ઉલ્ટી ગંગા વહી રહી છે. ચીનમાં જે દંપતીઓ અથવા પરિવારમાં બાળકો નહીં હોય તેને વધારાનો ટેકસ ચુકવવો પડશે કારણકે ચીનમાં મોટી સંખ્યામાં વૃદ્ધ લોકો છે માટે હવે ચીને તેની જનતા માટેની ફેમીલી પ્લાનીંગમાં પણ પોલીસી બનાવી છે. વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા ચીનમાં પણ સફેદ વાળ વાળાની સંખ્યા વધી રહી છે. જેથી વર્કફોર્સ ખડભડી રહી છે.
તેની અસર ચીનની આર્થિક સ્થિતિ પર પડે તે પહેલા ચીને આ પોલીસીનું નિર્માણ કર્યું છે. જો પરીવારમાં બે સંતાન હશે તો તેને ભરણપોષણ પેટે ફંડ આપવામાં આવશે. ચીનમાં એટલી એડવાન્સ ટેકનોલોજી છે કે તેઓ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના માધ્યમથી કૃત્રિમ આર્મી પણ બનાવી શકે છે
પરંતુ ૨૦૧૬ બાદ લોકોનો બાળકો કરવાનું પ્રમાણ ઘટયું હતું. ચીનમાં વર્ષ ૨૦૧૬માં ૧૭.૯ મિલિયન બાળકોનો જન્મ થયો જે તેના આગળના વર્ષની સરખામણીએ માત્ર આંકડો ૧.૩ મિલિયન જ વધારો રહ્યો હતો માટે સરકાર લોકોને બાળકો કરવા તરફ પ્રેરીત કરી રહ્યું છે.
જે લોકોને એકપણ બાળક નહીં હોય તેમણે વધારાનો ટેકસ ભરવો પડશે અને બે બાળકો ધરાવતા વાલીઓને તેના ભરણ પોષણ માટે કમ્પેન્શેશન આપવામાં આવશે. ચીનમાં હાલ વૃદ્ધ લોકો જ બચ્યા છે. જોકે ચીન અની જાપાનના લોકો લાંબુ જીવન જીવે છે છતાં ચીન સરકાર દેશમાં ફેમિલી પ્લાનીંગ લાવવા માંગે છે. સૌથી મોટી જનસંખ્યા ધરાવતા ચીનમાં વધુ બાળકો કરવા પર લોકોને દબાણ કરવામાં આવી રહ્યું છે.