ભાગેડુ જાહેર કર્યા બાદ હવે આસિક અલી ઝરદારી અને તેમની બહેન ફરયાલ તાલપુર સહિત ૧૮ શખ્સો માટે બીન જામીનપાત્ર વોરંટ જારી
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીઝ બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની મુશ્કેલીઓ વધી છે. ૩૫૦૦ કરોડ રૂપિયાના હવાલાકાંડ કેસમાં ઝરદારીની ધરપકડના આદેશ કરાયા છે. બેંકીગ કોર્ટે બીન જામીનપાત્ર વોરંટ જારી કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ધી ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)એ આસિપ અલી ઝરદારી અને તેમની બહેન ફરયાલ તાલપુર સહિત ૧૮ વ્યક્તિઓની વિરુધ્ધ અગાઉીથી જ કેસ દર્જ કરી દીધો છે.
એફબીઆઈએ એક બેંકર અને આસિફ અલી ઝરદારીના કરીબી સહયોગી હુસૈન લવઈ અને અન્ય સાગરીતોની વિરુધ્ધ કોર્ટમાં વોરંટ જારી કર્યા છે અને તમામને ભાગેડુ જારી કરી દેવાયા છે.
ઝરદારી પર આરોપ છે કે તેણે બેંકમાં ફર્જી ખાતાઓ ખોલાવી તેનો ગેરકાયદે પી રિશ્વત અને કાળાધનને છુપાવવાનો ઉપયોગ કર્યો છે.
પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ અને પીપીપીના કો-ચેરમેન એવા આસિફ અલી ઝરદારી વિરુધ્ધ કાર્યવાહી થાય તે પહેલા હાલમાં જ પાક.ની સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના મામલામાં પૂર્વ પીએમ નવાઝ શરીફને ૧૦ અને તેમની પુત્રી મરીયમ શરીફને સાત વર્ષની સજા ફટકારી છે.