મોરબી નજીક કંડલા બાયપાસ પર આવેલી નવલખી ફાટક પાસે ડિવાઇડર સાથે અથડાયા બાદ એક ડમ્પર અને એક ટ્રેઇલર પલટી મારી ગયા છે. જેના કારણે નવલખી ફાટક પર ટ્રાફિકજામ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
નવલખી ફાટક પર આમય રોંજિંદી ટ્રાફિકજામની સમસ્યા હોય છે તેવામાં આજે વહેલી સવારે નવલખી ફાટક પાસે બે ટ્રક એક સાથે પલટી મારી જવાની ઘટના સર્જાઈ છે. જેમાં એક રેતી ભરેલું ડમ્પર અને એક ટ્રેઇલર ફાટક નજીકના ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગયા છે. જેના કારણે રોડ પર ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે નવલખી ફાટક પાસેના ડીવાઇડર અંધારામાં કે ધુમ્મસ અથવા તો વરસાદ સમયે દેખાતું ના હોવાથી. અહીં વારંવાર આવા અકસ્માત સર્જાઈ છે. જેથી આ ડિવાઈડર પર રેડિયમ કલર કરી તે અંધારામાં દેખાય તેવી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.