ઉપલેટાના સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે સરકારના પરિપત્ર મુજબ પર્યાવરણ બચાવો વરસાદ લાવો એને અનુસંધાને આજે તારીખ ૧૭ ઓગસ્ટ ૧૮ના રોજ ઉપલેટા ખાતેની સરકારી કોટેજ હોસ્પિટલમાં તમામ ડોકટરો તેમજ તેમના સ્ટાફ સો સરકારી કોટેજ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આંખ વિભાગના ડો.ખ્યાતિબેન કેશવાલા તેમજ ગાયનેક વિભાગના ડો.આર.આર.કંડોળીયા તેમજ ડાયાલિસીસ ટેકનીશીયન વિભાગના ડો.જયદીપભાઈ ધ્રાંગુ, ડો.ધવલભાઈ બારૈયા, ડો.નિસર્ગ પટેલ તેમજ ડો.મહેન્દ્રભાઈ વાળા અને ડો.મેહુલભાઈ કણસાગરા તેમજ તેમના પુરા સ્ટાફે આજે ઉપલેટા ખાતેના સરકારી હોસ્પિટલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજયો હતો. સો સરકારી હોસ્પિટલમાં આવેલા દર્દીઓએ પણ વૃક્ષારોપણ કાર્યક્રમનો લાભ લીધો હતો.