દ્વારકાના રેલવે સ્ટેશન પાસેના વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે આઝાદી પર્વની વિશેષ ઉજવણીના ભાગરૂપે તા૧૫ તથા ૧૬મી ઓગષ્ટ એમ દ્વિદિવસીય રાત્રી પ્રકાશ શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન વેસ્ટર્ન રેલવે તેમજ રેલવે યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતુ.
નોકઆઉટ પધ્ધતિથી રમાડાયેલ આ ટુર્નામેન્ટના ગતરાત્રીનાં અંતિમદિને દ્વારકાની પ્રિતમ બી તથા ઓખાની ગાંધીબાગ એ ટીમો વચ્ચે ફાઈનલ રમાઈ હતી જેમાં ઓખાની ગાંધીબાગ એ ટીમનો બેસ્ટ ઓફ થ્રી ફાઈનલમાં ૨ વિરૂધ્ધ ૧ થી વિજય થયો હતો. વિજેતા ટીમને દ્વારકા યુવા ભાજપના પ્રમુખ રાકેશભાઈ વડીયા (જોષી) તેમજ યુવા ટીમના સભ્યો દ્વારા વિજેતા ટ્રોફી તથા અન્ય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.