સ્થાનિક રહેવાસીઓ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ભરવા પોલીસને રજુઆત
મોરબીની માળીયા વનાળિયા સોસાયટી તેમજ રોહિદાસપરામાં છેલ્લા ઘણા સમયથી દારૂડિયાઓની રંજાડ હોવાની સ્થાનિકોએ રાવ કરી છે. આ મામલે સ્થાનિકોએ પોલીસ ઇન્સ્પેકટરને રજુઆત કરી પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી હતી.
મોરબીના વીશિપરા વિસ્તારમાં આવેલ રોહિદસપરાના રહીશોએ પીઆઇને રજુઆત કરી હતી કે તેઓના વિસ્તારમાં દારૂડિયાઓની રંજાડ છે. હાલ તહેવારની મોસમ હોવાથી મહિલાઓ અને બાળકો દર્શનાર્થે જતા હોય ત્યારે દારૂ પીને પડયા પાથર્યા રહેતા તત્વો બિભત્સ શબ્દો વાપરીને ચેનચાળા કરે છે.
હાલ પવિત્ર શ્રાવણ મહિનો હોય, દરરોજ અહીંના સ્થાનિકો મંદિરે જતા હોય તેથી અહી તાત્કાલિક સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ છે.
આ ઉપતંત્ માળીયા વનાળીયા સોસાયટીમાં પણ માથાભરે તત્વો દારૂ પીને આતંક મચાવતા હોય ટોળકી સામે તાત્કાલિક પગલાં લેવાની લતાવાસીઓની પોલીસ સમક્ષ માંગ ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે માળીયા વનાળિયા સોસાયટીમાં આ ટોળકી લતાના ૫ થી ૬ બાળકોને મારી નાખવાની ધમકી આપતા હોય તેઓની દહેશતથી મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. જેથી આ ટોળકી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા અંતે ઉઠાવવામાં આવી હતી.