હું કોઈ નેતા નહિ પણ મારા મિત્ર ઈમરાનખાનની ખુશીમાં ભાગ લેવા પાકિસ્તાન આવ્યો છું: સિધ્ધુ
ક્રિકેટથી રાજનીતિમાં પહોચેલા ઈમરાનખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન પદે આજે શપથ ગ્રહણ કરવાના છે. તેઓ પાકિસ્તાનના ૨૨માં વડાપ્રધાન બનશે. પાકના ઈસ્લામાબાદમાં યોજાનારા આ શપથ ગ્રહણમાં સુચક હાજરી આપવા પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિધ્ધ પણ પહોચી ગયા છે.
પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહરીફ-એ-ઈંસાફ પાર્ટી – પીટીઆઈના નેતા ઈમરાન ખાન ફરી એક વખત ક્રિઝ ઉપર છે. જણાવી દઈએ કે, આ અગાઉ ગત શુક્રવારે પાકિસ્તાની સંસદના નિચલા સદન નેશનલ એસેમ્બલીમાં થયેલી એકતરફી ચૂંટણીમાં ઈમરાનખાનને દેશના નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા હતા જે બાદ આજે હવે ઈમરાન ખાનની તાજપોશી થવાની છે.
ઈમરાનખાને આ ચૂંટણી જંગમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રમુખ શરીફને ભારે ટકકરની સાથે માત આપી છે જોકે, બિલાવલ ભુટ્ટો જરદારીની આગેવાની વાળી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી કે જેની પાસે ૫૪ સીટો છે આ પાર્ટીએ મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કરતા ૧૫મી નેશનલ એસેમ્બલીમાં ચૂંટણી માત્ર એક ઔપચારિકતા રહી ગઈ હતી.
પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ સંસદમાં પોતાના પ્રથમ સંબોધનમાં ઈમરાન ખાને કહ્યું હતુ કે, પાકિસ્તાનને લૂટનારાઓની વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું કામ મા પ્રથમ કામ રહેશે. આ સાથે જણાવી જઈએ કે, ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં હાજરી અપવા ભારતીય પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોતસિંહ સિધ્ધુ ઈસ્લામાબાદ પહોચ્યા છે. ઈમરાન ખાને સિધ્ધુને ફોન કરીને ઈસ્લામાબાદ આયોજીત સમારોહમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતુ.
સિધ્ધુએ પાકિસ્તાનના લોકતંત્રમાં ચુનાવ બાદ આવેલ બદલાવનું સ્વાગત કરતા જણાવ્યું કે, ઈમરાનખાને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા પર ભાર મૂકવો જોઈએ અને હું પાકિસ્તાન રાજનેતા નહિ પણ ઈમરાન ખાનનો દોસ્ત બનીને આવ્યો છું અને મારા મીત્રની ખુશીમા સામેલ થયો છું.
ઈમરાનની ચેલેન્જે મારી નિવૃતી અટકાવી: ગાવસ્કર
પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન પાકના નવા પ્રધાનમંત્રી બની ગયા છે. ત્યારે ભારતીય પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બલ્લેબાજ સુનીલ ગાવસ્કરે પોતાના જૂના મિત્ર ઈમરાન ખાનને યાદ કરતા કહ્યું છે કે, જયારે તેઓ ક્રિકેટમાંથી નિવૃત્તિ ઈચ્છી રહ્યા હતા ત્યારે ઈમરાને તેમને આમ કરતા રોકયા.
ઈમરાનને જયારે ખબર થઈ કે, હું રિટાયર્ડ થવા ઈચ્છી રહ્યો છું ત્યારે તેણે મને કહ્યું કે, અત્યારે તમે નિવૃત થઈ શકો નહિ. પાકિસ્તાન આગલા વર્ષે ભારત આવી રહ્યું છે. અને હું ભારતમાં જ ભારતને હરાવવા ઈચ્છું છું અને જો તમે આ તકે ટીમમાં હાજર નહિ રહો તો મજા નહિ આવે એટલા માટે ચાલો છેલ્લીવાર એક-બીજાનો સામનો કરી.
ગાવસ્કરે કહ્યું કે ઈમરાને મને આ પ્રકારે ચેલેન્જ આપી ત્યારે ૧૯૮૬નું વર્ષ હતુ હું લંડનમાં ભારતીય રેસ્ટોરન્ટમાં લંચ લઈ રહ્યો હતો. ત્યારબાદ લોર્ડસમાં રમનારી ટેસ્ટ મેચમાં હું રમ્યો જયારે મેચ માટે ટીમની ઘોસણા થઈ તેમાં કપીલ દેવ, દિલીપ વેંગસરકર, ઈમરાનખાન અને જાવેદ મિયાંદાદ હતા. મારી અને ઈમરાન વચ્ચે ૧૮૨ રનોની સાજેદારી થઈ અને ત્યારે મજા આવી.