જે લોકો મેદસ્વીતાથી પરેશાન હોય તેની સારવાર માટે બેરીએટ્રીક સર્જરી ખુબજ ઉપયોગી બને છે, આ સર્જરીથી 20 થી 25 કિલો સુધીનો વજન ઓપરેશનથી ઘટાડી શકાય છે , જો તમે અતિશય મોટાપાથી હેરાન હોય તો આ સર્જરી ઉપયોગી બને છે , આ ઓપરેશનને વેઇટ લોસ સર્જરી પણ કેહવામાં આવે છે . સૌપ્રથમ બેરીએટ્રિક ઓપરેશન 1952 માં અમેરિકામાં થયું હતું જે 1999 અને 2000 ની સાલમાં ભારતમાં આવ્યું હતું . મુંબઈની રહેજા હોસ્પિટલના બેરીએટ્રિક ડોક્ટર જણાવે છે કે આ સર્જરી ખુબજ રેર હોય છે માટે એના કેસ પણ ત્રણ મહિને એક વખત આવતા હતા પણ હવે તેઓ ત્રણ દર્દીઓની સારવાર એક દિવસમાં કરે છે .
આ સર્જરી થી મોટા પ્રમાણમા મેદસ્વિતા ઘટાડી શકાય છે જે લોકો ડાયબિટીસ કે હાઇપર ટેનશનથી પરેશાન હોય તેઓ હેલ્થ પ્રોબ્લેમ્સથી છુટકારો મેળવવામાં સફળ થયા છેપરંતુ એવું નથી કે કોઈ પણ હોસ્પીટલમાં જઈને આ સર્જરી કરવી શકે ,તેના માટે અમુક શારીરિક અને સ્વસ્થ્ય રિપોર્ટ સારા હોવા જરૂરી છે ડોક્ટર જયદીપ જણાવે છે કે અમુક વખત ડાયાબીટીસ નિયંત્રીત થઈ શકે તેવી શક્યતાઓ ઓછી હોય છે
સામાન્ય રીતે ભારતમાં 12 વર્ષની ઉમ્ર બાદ તરૂણી, અને 17 વર્ષની ઉમ્ર બાદ યુવકો આ ઓપરેશન કરવી શકે છે . અને 70 વર્ષની ઉમ્ર થયા બાદ આ સર્જરી શક્ય નથી . ઓપરેશન થયાના 6 મહિના બાદ ફરીથી એક સર્જરી કરવાની હોય છે , આ સર્જરીનો ખર્ચ અઢીથી ત્રણ લાખ સુધીનો થાય છે અતિ પ્રમાણમા ચરબી વધી જતાં બ્લડ પ્રેશર , ઓબેસિટી , હોર્મોનલ પ્રોબ્લેમ્સ થતી હોય છે આ પ્રકારની સમસ્યાથી નિજાત મેળવવા બેરીએટ્રિક એક વિકલ્પ છે ખરો .