પરપ્રાંતીય મજૂરની હત્યા તેના ગામનાંજ યુવાનોએ કરી : સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસને મળી સફળતા
જેતપુર શહેરના સારણ કાંઠા હનુમાન મંદિર પાસે એક અવાવરુ જગ્યા પર પત્થરથી મોઢું છુંદાયેલ હાલતમાં પોલીસને એક લાશ મળી આવ્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ મૃતકની ઓળખ મેળવી ત્રણ પરપ્રાંતીય મજુરોને હત્યાના બનાવમાંજડપી લીધા હતા
શહેરના સારણ કાંઠા હનુમાન મંદિર પાસે આવેલ અવાવરું જગ્યામાં ઝાળી-ઝાંખણા વચ્ચે મોઢું પત્થરથી છુંદાયેલ હાલતમાં લાશ મળી હતી. બાદમાં તપાસમાં મૃતક ાંપરાજપુર રોડ પર આવેલ શ્રીજી પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે મૃતકના સાથી મજુરોને બોલાવી મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કરતા સાથી મજૂરોએ મૃતકના કપડા પરથી ઓળખી બતાવ્યો કે મૃતક કોકિલ ઘનશ્યામ મહંતો રહે. બહેરી બિહાર હોવાનું અને તે લેબર કોંટ્રાક્ટના ઠેકા રાખતો જેમાં તે બિહારથી મજુરો લાવી જેતપુર શહેરની જુદાજુદા કારખાનાઓમાં મજુરો પૂરા પાડતો હાલ તેનો ચાર કારખાનામાં લેબર કોંટ્રાક્ટ ચાલુ છે.
ત્યાર બાદ આ હત્યાના પોલીસની જુદીજુદી ટીમો બનાવી સાથી મજૂરોની પુછપરછ હાથ ધરી તેમજ મૃતક જે સાડીના કારખાનામાં રહેતો ત્યાં સીસીટીવી કેમેરા હોય તેના ફૂટેજ મેળવતા મૃતક ગત રોજ સાંજના સમયે વિનોદ ક્રિષ્ન બિંદ નામના મજુર સાથે કારખાનામાંથી જતો દેખાયો અને વિનોદ પંદર મિનિટ બાદ એકલો કારખાનામાં આવતો દેખાતા પોલીસ વિનોદને પોલીસ સ્ટેશને લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા વિનોદે હત્યાનો ગુન્હો કબૂલી લીધો હતો અને તેની સાથે મૃતકના જ ગામનો બિમલેશ દુખન બીંદ અને સંજય વિજયબહાદુર બિંદ રહે ગૌરાઇપુર બિહાર હોવાની કબુલાત કરતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.