પોલીસે દરોડો પાડી ચાલીસ હજારથી વધુનો મુદામાલ કર્યો જપ્ત
ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે બંગાવડી નજીક આવેલા ખાખરા ગામની સીમમાં દરોડો પાડતા જુગાર રમતા ચાર આરોપી ઝડપાયા હતા જ્યારે પાંચ જુગારીઓ પોલીસને જોઈ નાસી છૂટતા ચારેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકામાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની સુચનાને પગલે પોલીસે તાલુકાના બંગાવડી ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન ખાખરા ગામે જુગાર રમતો હોવાની બાતમી મળી હતી.
જેને પગલે પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા ખાખરા ગામની સીમમાં કેશુભાઇ મોહનભાઇની વાડીના સેઢે આવેલ સરકારી ખરાબામા જુગાર રમતો હતો એ દરોડામાં પોલીસે.
(૧) દેવજીભાઇ ચનાભાઇ પાટડીયા, ઉ. ૩૭, રહે. ખાખરા, તા.ટંકારા
(ર) કેશુભાઇ મોહનભાઇ રાઠોડ
(૩) બ્રીજરાજસિંહ રણજીતસિંહ જાડેજા જાતે દરબાર ઉ.વ-૩૪, રહે.પીઠડ તાજોડીયા જી.જામનગર અને
(૪) મનસુખભાઇ મોહનભાઇ વાઘેલા, રહે.લતીપર પીઠડ ગામના માર્ગ બાજુમાં વાળાને ઝડપી લઈ રોકડ રૂપીયા ૧૦,૬૨૦ તથા કુલ મો.સા.નંગ-૦૨ કિ.રૂ.૩૦.૦૦૦ ની સાથે કુલ કિ.રૂ.૪૦,૬૨૦ ના મુદામાલ સાથે પક્ડાઇ ગયા હતા.
વધુમાં દરોડા દરમિયાન આરોપી વિપુલભાઇ અવશીભાઇ વાઘેલા, રહે.લતીપર, મનસુખ રામજીભાઇ વાઘેલા, રહે.લતીપર, શામજીભાઇ પસુભાઇ વાઘેલા રહે.લતીપર, સંતોષભાઇ ખોળાભાઈ તથા જનક્ભાઇ બોરીયા રહે લતીપરવાળા નાસી જતા પોલીસ ભાગી જતા પોલીસે પાંચેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.