દેવળીયા પાર્કમાં હવે ખાતાની બસ સાથે જીપ્સીઓ પણ દોડશે
જુનાગઢ તેમજ સાસણની મુલાકાતે અવાર-નવાર પ્રવાસીઓ ખાસ કરીને સિંહ જોવાના શોખીનોથી સાસણને જુનાગઢ ઉભરાઈ છે ઓછી પરમીટો મળવાના કારણે ઘણી વખત ગેરકાયદેસર સિંહ દર્શનના મામલાઓ પ્રકાશમાં આવે છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ગીર જંગલ ટ્રેઈલ અને દેવળીયા ગીર પરીચય ખંડની મુલાકાતે પધારતા પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા તેમજ સ્થાનિક લોકોને રોજગારી રહે તે હેતુથી હાલની પ્રવેશ પરમીટ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હાલથી પ્રવાસીઓને ગીર જંગલ ટ્રેઈલ મુલાકાતની પરમીટની સંખ્યામાં ૧૬ ઓકટોબરથી વધારો થતા હવે પ્રવાસીઓને નિરાશ નહીં થવુ પડે.
બપોરની ટ્રીપનો સમય પ્રવાસીઓને વધુ પસંદ કરતા ન હોય ૯ કલાકથી ૧૨ કલાકનો હતો તે હવે પછી ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી સવારે ૬ થી ૯ સુધી હવે ૩૦ ટ્રીપના બદલે ૫૦ ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારના દિવસોમાં ૫૦ ટ્રીપના બદલે ૬૦ ટ્રીપ કરવામાં આવશે.તેજ રીતે ત્રીજી ટ્રીપ બપોરના ૩ થી સાંજના ૬ કલાકની છે. તેમાં સવારે ૬ થી ૯ સુધી હવે ૩૦ ટ્રીપના બદલે ૫૦ ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારના ૫૦ ટ્રીપના બદલે ૬૦ ટ્રીપ કરવામાં આવી છે. આમ સામાન્ય દિવસોમાં ૯૦ અને તહેવારોમાં ૧૫૦ ટ્રીપની પરમીશન આપતા સામાન્ય પરમીટમાં ૬૬ ટકા અને તહેવારોની પરમીટમાં ૨૦ ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ વધારાને ધ્યાને લઈ હાલના ટુરીઝમ ઝોનના ૮ રૂટમાં ૫ નવા રૂટનો ઉમેરો કરી કુલ ૧૩ રૂટ બનાવવામાં આવ્યા છે.
દેવળીયા ગીર પરીચય ખંડની મુલાકાતે પધારતા પ્રવાસીઓને પાર્કની મુલાકાત ખાતાની બસોમાં કરાવવામાં આવતી હતી તે ઉપરાંત પછી એક ટ્રીપમાં ૧૦ જીપ્સી (લોખંડની જાળી કવર કરેલી) દ્વારા પણ પ્રવાસીઓને પાર્કની મુલાકાત લઈ શકશે. આ નિર્ણયથી લોકો ગીર જંગલ તેના વન્ય પ્રાણીઓ અને પ્રકૃતિ નિહાળી વધુ લાભાન્વિત બની શકશે તેમ નાયબ વન સંરક્ષક શ્રી ડો.મોહન રામની યાદીમાં જણાવાયું છે.