સાગરમાળા યોજનામાં ચીનનો સાથ લેવા રામ માધવનનું સુચન
બાંગ્લાદેશના ચિત્તગોંગ બંદરના માધ્યમથી ર્નોથ ઈસ્ટ રાજયોનો વિકાસ કરવાનો પ્લાન
ર્નોથ ઈસ્ટ રાજયોના વિકાસ માટે બાંગ્લાદેશના ચિત્તગોંગ બંદર સુધી કનેકટીવીટી વિકસાવવા ચીનનો સાથ લેવાની તૈયારી ભાજપ જનરલ સેક્રેટરી રામ માધવન અને કેબીનેટ મંત્રીઓ વચ્ચેની બેઠકમાં થઈ હોવાનું જાણવા મળે છે. આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડ સહિતના ત્રણ ભાજપ સાશીત રાજયોના કેબીનેટ મંત્રીઓ ચીનના પ્રવાસે છે. જયાં ર્નોથ ઈસ્ટમાં કનેકટીવીટી વિકસાવવાની ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.
આ મામલે ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવે કહ્યું હતું કે, અણાચલ પ્રદેશના મુદ્દા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ છે. જો કે ચીન સાથેની મંત્રણાના કારણે બાઈક માટેની બેટરી સહિતના માલ-સામાનનું તોતીંગ મુડી રોકાણ ચીન તરફી આવશે. આ વિસ્તારમાં ઈન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંગે ચીનની તૈયારી મામલે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમજણના કારણે ચીનના સાથેનો આપણે લાભ લઈ શકીશુ. તેમણે વાતચીત દરમિયાન ચીન સાથેની દોસ્તીમાં સંભાળ રાખવામાં આવશે તેવો ઈશારો પણ કર્યો હતો. જો કે, આ દોસ્તીથી ર્નોથ ઈસ્ટને મહત્વનો ફાયદો થશે. હાલ ભારતના ર્નોથ ઈસ્ટ રાજયોમાં વિકાસનું પ્રમાણ ઓછુ છે જેની પાછળ ઈન્ફ્રાસ્ટ્રકચર યોગ્ય પ્રમાણમાં ન હોવાનું કારણ આપવામાં આવે છે.
મોદી સરકારે સત્તા પર આવ્યા બાદ તુરંત જ ર્નોથ ઈસ્ટના રાજયો પર પુરતુ ધ્યાન આપ્યું હતું. ર્નોથ ઈસ્ટના રાજયોમાં ઈન્ફ્રાસ્ટ્રકચરનું પ્રમાણ વધારવા માટે સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી હતી. ઉપરાંત મસમોટુ ભંડોળ પણ ર્નોથ ઈસ્ટના વિકાસ માટે ફાળવ્યું હતું. હવે ચીનની મદદથી ઝડપી ઈન્ફાસ્ટ્રકચર વિકસાવવાની તૈયારીઓ થઈ રહી છે. હાલ ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવ અને કેબીનેટ કક્ષાના મંત્રીઓએ ચીનની મદદી ઈન્ફાસ્ટ્રકચર વિકસાવવા તરફ ધ્યાન દોર્યું છે.