ધર્મેશભાઈ મહેતા ટી.વી.સિરીયલમાં સૌથી લોકપ્રિય એવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક ઉપરાંત તેઓ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ જેવી ફિલ્મનું પણ દિગ્દર્શન કરેલું છે
નાટય જગતના ખ્યાતનામ ડાયરેકટર રાજેશભાઈ જોશી અને ફિલ્મ-ટીવી સિરિયલના ફેમસ ડાયરેકટર ધર્મેશ મહેતા આજે સાંજે ગ્લોબલ સ્કીલ એકેડમીના છાત્રોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે. આ તકે તેઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને પોતાના અનુભવો ‘અબતક’ સાથે વાગોળ્યા હતા.
યુગ પુરૂષ જેવા શ્રેષ્ઠ નાટક આપનાર રાજેશભાઈ જોશીએ આ નાટકનો વિચાર કયાંથી આવ્યો તે પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ધર્મેશભાઈ મારા મિત્ર છે. અમે વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરીએ છીએ. તેઓ મારા ઘરે આવ્યા અને મને નાટક ડિરેકટ કરવાનું કહ્યું, નાટક આધ્યાત્મિક ક્ષેત્રનું હોવાના કારણે મારી માટે મોટી ચેલેન્જ હતી. મેં નાટક માટે ઘણા પુસ્તકો વાંચયા, ચર્ચાઓ કરી તથા સ્ક્રીપ્ટ વાંચીને તેને સમજી ઉપરાંત તમામ પાસાનું અવલોકન કર્યું. નાટકને વધુ પ્રભાવશાળી બનાવવા નાટકમાં મહાત્મા ગાંધીના કોટ પણ મુકયા.
તેમણે વધુમાં કહ્યું હતું કે, યુવાનોને આધ્યાત્મ-મોક્ષ વિશે સમજાવવા મુશ્કેલ હતા. ગાંધીજીના ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર અંગે લોકોને તમામ માહિતી પૂરી પાડવાની હતી. કામ મુશ્કેલ હતું. પરંતુ વિચાર આદર્શ હતો. તેમણે નાટક બનાવીને પોતાના મન ઉપર પડેલી છાપ અંગે કહ્યું હતું કે, ઘણી વખત વસ્તુઓ કુદરતી રીતે જ મનમાં સચવાઈ જાય છે. નાટકની થીમના કારણે અમારામાં વધુ એનર્જીનો સંચાર થયો. અમે નાટક બનાવવા ઘણી ચર્ચા-વિચારણા કરી અને મને ઘણું શિખવા પણ મળ્યું. નાટકના ૧૦૬૫થી વધુ શો થયા, સાત ભાષામાં રજૂ થયું, નાટક માટે ૮ અલગ અલગ ટીમ કાર્યરત હતી.
નાટકમાં કલાકારોનો અનુભવ કેવો રહ્યો તે અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, કલાકારો પ્રથમ તો ડરેલા હતા. નાટકમાં લોકો આવશે કે નહીં તેવો ડર દરેકને હતો. નાટક ગંભીર હતુ, મેં વિચાર્યું કે આપણે સારી રીતે કામ કરશું તો ફળ સારા રહેશે, મેં ઘણી રિસર્ચ કરી હતી. શબ્દોના અર્થ સમજવા પડયા. સીનમાં ડિટેઈલીંગ કરવું પડયું નાટક દરમિયાન એક પણ બ્લેક આઉટ ન આવે તો નિર્ધાર અમારો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતીઓનું વર્ચસ્વ ટીવી સીરીયલો અને ફિલ્મોમાં ઘણું છે. મોટાભાગની સીરીયલોમાં ગુજરાતી છાપ જોવા મળે છે. ગુજરાતી અને પંજાબી જીવનશૈલી એકબીજાને મળતી છે. તેમણે મેહુલભાઈ પાણીની ગ્લોબલ સ્કીલ એકેડમી અંગે કહ્યું હતું કે, મેહુલભાઈનો આ પ્રયાસ ખુબજ સારો છે. ગ્લોબલ સ્કીલ એકેડમીના કારણે યુવાનો પોતાની પ્રતિભાી અવગત થશે. હાલના યુવાનોમાં ટેલેન્ટ છે પરંતુ તેમને ખબર નથી કે તેમને ત્યાં જવું અને શું કરવું. મેહુલભાઈ તેમને રસ્તો બતાવી રહ્યાં છે જેનાી યુવાનોની સ્ટ્રગલ ઓછી થઈ જશે.
‘ગ્લોબલ સ્કીલ એકેડમી’ના વિર્દ્યાથીઓ રાજેષભાઈ જોષી તથા ધર્મેશભાઈ મહેતાનો લાભ લઈ શકે તે માટે એકેડમીના ફાઉન્ડર તા ડાયરેકટર ડો.મેહુલભાઈ રૂપાણી, શગુન વણઝારા તથા રોમાંચ વોરાની દેખરેખમાં તથા અમી વણઝારા અને મોનાઝ વાઢેરના કોર્ડીનેશનમાં સંપૂર્ણ એકેડમીની ટીમ શેખ હાઝરા, કચ્છી બિલકીસ, અદિત ઘેડીયા, પરમાર વિશાલ, કોટડીયા બ્રિજેશ, સાલેવાલા સિમરન, માંકડા અલેફીયા, વિરપરીયા પાર્થ, મહેતા હેમાંગ, વશાણી યશ, હીરા ફાતેમા, રાબડીયા પાલ વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.