લારી-ગલ્લા, શાળા- કોલેજ, મોલને રસ્તા વચ્ચે પાર્કિંગ ન કરવા આદેશ
અમદાવાદ બાદ રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા આજે મનપાકમિશ્નર અને પોલીસ કમિશ્નરદ્રારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ફુટપાથ પર પાથરણા, લારી-ગલ્લા સહિત STDPCO અને શાળા-કોલેજ તથા મોલની બહાર થતા પાર્કિંગ દૂર કરવામા આવશે.
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરમા વર્ષ 2016માં વાહન અકસ્માતે 154 લોકોના મોત નીપજ્યા, વર્ષ 2017માં 161 લોકોના મોત નીપજ્યા અને ચાલુ વર્ષે 6 માસમાં 600 લોકોના મોત નીપજ્યા છે. ટ્રાફિક સમસ્યાને લઇ અકસ્માત વધતા હોય છે જેને લઇ ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે.