અટકાયત દરમિયાન મીડિયાને ઇન્ટરવ્યુ આપતા ફરજમાં બેદરકારીના મુદે સસ્પેન્ડ કરાયા
જેતપુરના પ્રદુષિત પાણીના મુદે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના બે દિવસ પહેલાં ભુખી ગામે જળ સમાધીના કાર્યક્રમ દરમિયાન ફરજમાં બેદરકારી દાખવતા હેડ કોન્સ્ટેબલ સહિત ચારને તાકીદની અસરથી સસ્પેન્ડ કરાયા છે.
જેતપુરના પ્રદુષિત પાણીના મુદે ધારાસભ્ય લલિત વસોયા અને હાર્દિક પટેલ જળ સમાધી ન લે તે માટે ધોરાજીના ભુખી ગામે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અટકાયત કરવામાં આવી હતી.
અટકાયત કરી જેતપુર ડીવાય.એસ.પી. સમક્ષ રજૂ કરવા લઇ જવાતા હતા તે દરમિયાન મિડીયા દ્વારા લલિત વસોયા, હાર્દિક પટેલ, પ્રતાપ દુધાત અને લાખાભાઇ ડાંગરનું લાઇવ પ્રસારણ કરતા પોલીસ અટકાયતમાં રહેલાઓનું લાઇવ પ્રસારણ થતા ગૃહ વિભાગ દ્વારા ગંભીરતા દાખવી ધોરાજીના હેડ કોન્સ્ટેબલ ભીમાભાઇ હાજાભાઇ ગંભીર, જામ કંડોરણાના અજીતભાઇ રણમલભાઇ ગંભીર, એલ.સી.બી.ના કરશનભાઇ કલોતરા અને પકબહાદુર તેજબહાદુરને સસ્પેન્ડ કરાયા છે.