પર્યાવરણ ને થતા ગંભીર નુક્શાનો પાછળ વૃક્ષોની જાળવણી જતનનો અભાવ છે તો વધુ પડતા વૃક્ષોના છેદન ને કારણે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો થતી આવી છે ત્યારે અમરેલી જિલ્લા હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડર અશોકભાઈ જોશીની સૂચના અને વૃક્ષો પ્રત્યેના અપાર લગાવને કારણે સાવરકુંડલા હોમગાર્ડઝ યુનિટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરીને વૃક્ષોના જતનની જવાબદારી લઈને પ્રજાજોગ વૃક્ષોની જળવણીનો સંદેશો આપ્યો છે
સાવરકુંડલા મહુવા રોડ પર આવેલ હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડઝ કમાન્ડર પ્રવીણભાઈ સાવજ, ભુપત ચુડાસમા, કેતન પંડ્યા, વિપુલ સોંડાગર, ભરત મકવાણા, ભાભલુ સંધી, અતુલ મેર, મનસુખ કાતરીયા, કુમારસિંહ સહિતના હોમગાર્ડઝ જવાનો હાજર રહ્યા હતા અને સરકારના વૃક્ષો વાવો અભિયાન માં સમર્થતા દર્શાવીને વૃક્ષો વાવેતર સાથે વૃક્ષો ના જતનની જવાબદારી પણ હોમગાર્ડઝ જવાનોએ માથે લીધી હતી તેમ હોમગાર્ડઝ યુનિટ ના પ્લાટૂંન સાર્જન્ટ મહેબૂબ કાદરી એ અખબારી યાદીમાં જણાવ્યું છે.