દિલ્હીની આ ઘટનામાં સંડોવાયેલા ઇસમો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ

નવી દિલ્હી ખાતે આરક્ષણ વિરોધી પાર્ટી, ભુમિહાર બ્રાહ્મણ એકતા મંચ, આઝાદ સેના જેવા વિવિધ સંગઠનોએ અનામત અને ભારતના બંધારણની વિરુઘ્ધમાં ધરણા પ્રદર્શનો જાહેર જગ્યા પર જાહેર કાર્યક્રમ કરેલ જેમાં ભારતના બંધારણની નકલ જાહેરમાં ફાડીને સળગાવવામાં આવેલ હતી. આ ઘટનાના વિરોધમાં ઉ૫લેટાના દોલન સમાજે મામલતદારને આવેદન પાઠવ્યુઁ હતું.

રજુઆતમાં જણાવ્યું કે ભારતીબ બંધારણની વિરુઘ્ધ નારાઓ લગાવી રાષ્ટ્રદ્રોહ નો ગંભીર ગુન્હો આચરેલ છે અને એસ.સી. એસી.ટી. સમાજના લોકોની વિરુઘ્ધમાં નારા લગાવી જાતિય હિંસા ભડકાવવા, સુલેહ શાંતિનો ભંગ કરી, સામાજીક સૌહાર્દને ડહોળવાના બદઇરાદાથી જાતિ સુચક શબ્દો જાહેરમાં ઉચ્ચારી અનુ. જાતિ અને અનુ. જનજાતિના લોકોનું અપમાન  કરેલ હોય, જાતિ વર્ગ વિશેષ વચ્ચે વૈમનસ્ય ફેલાવેલ હોય ઉપરોકત તમામ આરોપીઓએ એસ.સી. એસ.ટી. એટક મુજબનો ગુન્હો આચરેલ છે. તેમની સામે રાષ્ટ્રદ્રોહ નો જુનો દાખલ કરવામાં આવે તેવી માંગ છે.

આ તકે દલીત અગ્રણીઓ એડવોકેટ બી.ડી. મેકમદ આર.પી. સોલંકી, પ્રફુલભાઇ પારધી, મનસુખભાઇ સોલંકી, બાલાભાઇ સાંડયા, જી.એન. વાઢેર સતત વિશાળ સંખ્યામાં દલીત આગેવાનો હાજર રહેલ હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.