બાબરા તાલુકામાં બાબરા ટાઉનમાં જામબરવાળા રોડ ઉપર આવેલ અતિ મોકાની સરકારી જમીનની ખોટી ચતુર્સીમા દર્શાવી સરકારી જમીનનું બનાવટી દસ્તાવેજ થી ખરીદ વેચાણ કરનાર ત્રણ આરોપી જેમાં આરોપી નં. (૧) હિંમતભાઇ મુળજીભાઇ ધોળકીયા તથા આરોપી નં.(૨) લખમણભાઇ મોહનભાઇ ભાતીયા તથા આરોપી નં.(૩) શારદાબેન વા/ઓ હિંમતભાઇ મુળજીભાઇ ધોળકીયા રહે.તમામ ખાખરીયા તા.બાબરા જી.અમરેલીવાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
બાબરા તાલુકામાં ગળકોટડી ગામે ૨૦૦૪ ની સાલમાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી દ્વારા સરકારી જમીનને સરકારી રેકર્ડ સાથે ચેડા કરી આરોપી બચુભાઇ ભવાનભાઇ તલસાણીયાના નામે કરી અને સરકાર સાથે છેતરપીંડીં તથા વિશ્વાસઘાત કરી બાદમાં આ જમીનનું વેચાણ કરનારમાંના આરોપીઓ પૈકીઆરોપી બાબુભાઇ બચુભાઇ તલસાણીયા રહે.ચાંવડ તા.લાઠી જી.અમરેલીવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.