રાજ્યની તમામ યુનિવર્સિટી – કોલેજને ઉચ્ચ શિક્ષણ નિયામક આદેશ
રાજ્યની તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થીઓને સતત મૂલ્યાંકનનાં આધારે ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવશે. રાજ્યની વિનયન, વિગ્નાન, વાણિજય, કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાની સરકારી કોલેજોના આચાર્યને ઉચ્ચ શિક્ષણ નિયામકનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં આંતરિક ૩૦ ગુણ માટે એકસમાન પધ્ધતિ અમલમાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં અસેસ્મેન્ટ પદ્ધતી અને ગુણ અઠવાડિક પરીક્ષાઓમાં ( સેમેસ્ટર દરમ્યાન પેપર દીઠ બે પરીક્ષા જેમાંથી જે પરીક્ષામાં વધુ ગુણ મેળવ્યા હોય તેની ગણતરી ) – ૧૦ ,એમ.સી.ક્યુ. ટેસ્ટ અથવા ઓનલાઈન ટેસ્ટ – ૫ , પેપર દીઠ ચાર એસાઈમેન્ટ – ૧૦,વિદ્યાર્થીઓની સમગ્ર સેમેસ્ટર દરમ્યાન હાજરી આ પ્રમાણે રહેશે