હેમંત જોષી, જીલ શિશાંગીયા તેમજ તેજસ શિશાંગીયા દ્વારા સ્વરાંકીત શિવતાંડવનું લોન્ચીંગ: અબતકને અપાઈ વિગતો
પવિત્ર શ્રાવણ માસમાં શિવભકતો ભોળાનાથને રીઝવવા ભકિત કરશે ત્યારે રાજકોટના કલાકારો દ્વારા શિવજીને રીઝવવા અનોખું શિવ તાંડવ સ્વરાંકીત કર્યું છે. સતત એક મહિનાની જહેમત બાદ રાવણ સંહિતા માંથી શિવ શૃંગાર વર્ણન કરતું પ્રચલીત ‘શિવ તાંડવ ખાસ શિવભકતો માટે બનાવાયું છે.
રાજકોટના જાણીતા કલાકાર તેજસ શિશાંગીયા દ્વારા નિર્મિત આ અદભુત રચનાને ગૌરવ વસાવડાએ એરેન્જમેન્ટથી શોભિત કરી છે જેનું રેકોર્ડીંગ રૂદ્રાક્ષ સ્ટુડીયો હાર્દિક મહેતાએ કર્યું છે. સંગીત સંયોજન રીયાઝ જેરીયા તથા વાદ્યવૃંદ હિતેષ ઢાંકેચા, પ્રશાંત ઠાકર તથા નોંધનીય બે મુસ્લિમ કલાકારો ચીના ઉસ્તાદ તથા ઈમરાન જેરીયાએ તથા કેયુર પોટાએ વિનામૂલ્યે વાદ્ય સંગત કરી યોગદાન આપ્યું છે.અદભુત સીનેમેટોગ્રાફી હિતેષ તન્ના તથા રાધિકા વિડીયો ટીમ અને ચેતન અગ્રાવતે કરી છે. સાઉન્ડ લાઇટીંગની વ્યવસ્થા કમલેશ ડોડીયા તથા કૌશિક મિસ્ત્રીએ સંભાળી છે. અદભુત લોકેશન રાકેશભાઈ પોપટ તથા પરેશભાઈ પોપટ દ્વારા તેમના ફાર્મ હાઉસને નિ:શુલ્ક અપાયું હતું.
સૌથી અગત્યના પાસાપે સ્વરાંકનની જવાબદારી નિભાવતા સંસ્કૃતના શુઘ્ધ ઉચ્ચારો સાથે કાશીમાં સંસ્કૃત ભણેલા તથા ભૈરવી રાગ પર પી.એ.ડી.થયેલ રાજકોટના ઉગતા સુરજ જેવા કલાકાર ડો.હંમત જોષી તથા તેજસ શિશાંગીયાએ સ્વર આપ્યો છે. કલા જગતમાં પ્રથમ મજબુત પગ માંડતા ૧૪ વર્ષના જીલ શિશાંગીયાએ અદભુત રીતે શિવ તાંડવના શ્ર્લોક ગાઈ મંત્રમુગ્ધ કર્યા છે.
શિવ તાંડવમાં સૌથી વધુ મહત્વ શિવ તાંડવ છે, રાજકોટના અનુભવી કલાકાર રાકેશ કડીયાએ શિવ સ્વરૂપ ધારણ કરી અદભુત પ્રતિતિ કરાવી છે. યુ-ટયુબ પર જીલ એન્ટરટેનમેન્ટ ચેનલ પર શિવ તાંડવ પહેલા આલ્બમ તરીકે રજુ થશે.