ચોરીની કબુલાત કરાવવા ગેરકાયદેસર મંડળી રચી અપહરણ કરી જીવલેણ હુમલો ફરીયાદમાં પોલીસ ફીફા ખાંડી રહી છે
જુનાગઢ લુખ્ખાગીરી અને ગુંડાગીરીના આતંકે એક સમયે માઝા મુકી હતી જો કે હાલ નવા અધિકારીઓની વરણીના કારણે ધીમે ધીમે પ્રજા લુખ્ખા અને આવારા તત્વોના ત્રાસમાંથી બહાર આવતી થઇ છે સાથે પોલીસ પણ વ્યવસ્થિત કામ કરતી થઇ છે તાજેતરમાં જુનાગઢના વાંજાવાડ વિસ્તારમાં ચોરી કર્યાની શંકાએ જુનાગઢના ગંડા અગડ રોડ તથા વાંજાવાડ વિસ્તારમાં આ લોકોને બે ફામ માર મારી અમાનુષી અત્યાચાર ગુજારી કદાચ આમાંથી બે ત્રણના ખુન થયાની પણ શંકા આ બનાવના ફરીયાદી રોહિતે વ્યકત કરી હતી.
આ બનાવ અંગે જે તે સમયે પોલીસે આપેલી વિગત અનુસાર ગોધાવવાની પાટી વાલ્મિકી વાસ ખાતે રહેતા રોહિત રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) અને પોલીસમાં એવા મતલબની ફરીયાદ કે નોંધાવી છે. કે ખારવો કોળી, જુનેદ કસાઇ, મુના બચુ, ટાટમ, પીન્ટુ બગી તથા તેની સાથેના અજાણ્યા ૧પ થી ર૦ માણસોના ટોળા સામે ફરીયાદ નોંધાવે છે કે તા. ૧-૮-૧૮ કલાક ૨૩.૩૦ થી તા. ૩-૮-૧૮ કલાક ૨૧.૩૦ દરમિયાન ગૈડા અગડ રોડ તથા વાંઝાવાડ જુનાગઢ શહેરમાં બનેલા બનાવ અંગે જણાવે છે કે આ કામના આરોપી નં.૧ ના રહેણાંક મકાને અગાઉ ચોરી થયેલ હોય જેનો શક આ કામના ફરીયાદી રોહિત રમેશભાઇ તથા સીરાજ ઉર્ફે ઉંદરડી, રફીક નાગોરી તથા કિશન ઉર્ફે બીટુ રમેશભાઇ પરમાર ઉપર રાખી આ કામના આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીનું અપહરણ કરી લઇ જ બળજબરીથી ચોરીની કબુલાત કરાવવા મો તેમજ ચોરી થયેલ વસ્તુના પૈસા પડાવી લેવા માટે આરોપીઓ એ પ્લાસ્ટિકના પાઇપ તથા લાકડી તથા ઢીકાપાટુથી ઢોર માર મારી બીભત્સ શબ્દો કહી અને તેમને મારી જ નાખવા છે. તેમ કહી ફરીયાદીને ગુપ્ત ભાયે તથા આખા શરીરે ઇલકેટ્રીક શોક આપી તેને પણ જીવલેણ ઇજા કરી તેમજ બંને સાહેદને ઇલેકટ્રીક માર મારી ફરીયાદી અનુસુચિત જાતીના હોવાનું જાણવા છતાં ગંરીભ ઇજાઓ પહોચાડી તથા મારી નાખવાની કોશીષ કરી પૂર્વ યોજીત કાવતરુ કરી ફરીયાદી તથા સાહેદને ગોંધી રાખવામાં આવ્યા હોવાનું ફરીયાદ માં જણાવતા પોલીસે આરોપી વિરુઘ્ધ નોંધી છે.