ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુના હસ્તે અધેલાઈથી નારી વચ્ચે રૂ.૮૨૦ કરોડના ખર્ચે નિર્માણાધીન ફોર ટ્રેક રોડનો શિલાન્યાસ
ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે, દેશની રાજનીતિમાં યુવાનોનું ખૂબ જ મહત્વ છે. યુવાનોની ઉર્જા, કેલીબર, કેપેસીટી, કોન્ફીડન્સ, અને કેરેકટર દ્વારા દેશનો વધુ વિકાસ થશે પ્રજાએ લોકશાહીના જતન માટે ક્રીમીનાલીટીને નાબુદ કરી દરેક સમાજને સામાજિક ન્યાય મળે તે માટે જાતિ આધારીત રાજનીતિ દુર થાય તે આજની નિતાંત આવશ્યકતા છે.
ભાવનગર ખાતે રૂ. ૮૨૦ કરોડના ખર્ચે બનનાર નારી થી અધેલાઇ સુધી બનનાર નેશનલ હાઇવે નંબર ૭૫૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ કરીને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ભાવનગરવાસીઓને ગુજરાતીમાં અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ ઐતિહાસીક નગરમાં આવવાનો મને અવસર મળ્યો તેનો આનંદ છે.
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ૯૮૦૦ કિ.મી. રસ્તાઓનું અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૬૦૦૦ કિ.મી. રસ્તાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આગામી વર્ષોમાં દેશના તમામ ગામોને સાંકળી લઇ ૬૦,૦૦૦ કિ.મી. ના ગ્રામીણ માર્ગો બનાવવામાં આવશે.
ગામડાઓને ઓપ્ટીકલ ફાઇબર અને વીજજોડાણી જોડીને દેશમાં જે વિકાસ થઇ રહ્યો છે તેનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે, પછાત વર્ગોનું ઉથ્થાન કરીને સર્વસ્પર્શી વિકાસને પ્રામિકતા આપી દેશને ભય, ભ્રષ્ટાચાર અને અત્યાચારી મુકત બનાવવો છે.
ઉપરાષ્ટ્રપતિના હસ્તે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના સાંસદ તરીકેના અનુભવોને આલેખતું માય જર્ની ઇન પાર્લામેન્ટ પુસ્તકનું પણ વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના જાગૃત સાંસદ તરીકેની ભૂમિકાની પ્રસન્સા કરી જનપ્રતિનિધિનું કર્તવ્ય શું હોય છે. તે દર્શાવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ગુજરાતના લોકો વિકાસને વરેલા છે અને ખૂબ જ પ્રેમાળ છે. તેથી હું ગુજરાતને બહુ જ પસંદ કરું છું તેનો ઉલ્લેખ કરી ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, ગુજરાતના મહાનગરો નવી દિશા સાથે વિકાસ પામ્યા છે. રોજગારીના નવા અવસરો પણ ખૂલ્યા છે.
રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતુ કે, સર્વાગી વિકાસ માટે માર્ગ પરિવહન ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારની ભારતમાલા યોજના હેઠળ ખૂબ જ ઝડપી માર્ગ વિકાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી રસ્તાઓનું નેટવર્ક મજબૂત બન્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ભાવનગરનો આ ચાર માર્ગીય રસ્તાથી તથા પ્લાસ્ટિક પાર્ક અને જી.આઇ.ડી.સી.માં વધારો કરીને ભાવનગરના વિકાસ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫૧ એકર જમીન જી.આઇ.ડી.સી.ને ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રૂ.૮ હજાર કરોડના રસ્તાઓ સહિત ગુજરાતના રેલ્વે ટ્રાફીકને ધ્યાનમાં લઇ તેને ઓવરબ્રિજી સાંકળવાનું આયોજન કર્યુ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતું કે, શ્રાવણ જેવા પવિત્ર માસના પ્રમ દિવસે આ રોડનો શિલાન્યાસ થયો છે તે સદૈવ યાદગાર બની રહેશે. ગુજરાતમાં દર વર્ષે નાનામાં નાના ગામી શહેર સુધીનાં માર્ગો રૂ. ૮ થી ૯ હજાર કરોડના માર્ગોનું નિર્માણ કરવામાં આવે છે તેમ જણાવી તેમણે કહ્યું કે, ૧૯૯૫ માં ગોકૂળિયા ગામની યોજના દ્વારા ગામોને શેરીઓને જોડતા આર.સી.સી. રોડ બનાવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિક્ષણ તથા કેમિકલ ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું કે, આઝાદીથી અત્યાર સુધી દેશમાં ૯૮ હજાર કિ.મી.ના રસ્તાનું નિર્માણ થયું હતું. જયારે છેલ્લા આઠ વર્ષમાં જ દેશમાં ૧ લાખ કિ.મી.ના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં રોજના ૮૮ કિ.મી.ના હાઇવે તા ૧૩૪ કિ.મી.ના ગામડાના રસ્તા રોજ નિર્માણ પામે છે. રોડ, રસ્તા, એરપોર્ટ, પોર્ટ, રેલ્વેના વિકાસ સો ગતિ પ્રગતિ વધે છે તેની રૂપરેખા તેમણે આપી હતી.