માત્ર ૬ ટકા ટ્રાન્સજેન્ડરો નોકરીયાત માત્ર ૩૦ હજારની મતદાન નોંધણી કરાય છે
એકમાત્ર તાલિમનાડુમાં ટ્રાન્સજેન્ડરોને ખોરાક, શિક્ષણ, ઓળખ, આશરો આપવામાં આવે છે
સમાજથી અલગ એક સમાજ એટલે ટ્રાન્સજેન્ડર જેણે સોસાયટી કયારેય સંપૂર્ણપણે અપનાવવા તૈયાર થતી નથી. દેશમાં ૯ર ટકા ટ્રાન્સજેન્ડરો આર્થિક સુવિઘાઓમાંથી વંચિત રહી જાય છે જે શિક્ષિત છે તેઓ પણ નોકરી છોડવા, ભીખ માંગવા અથવા શારીરિક સંબંધો માટે કામ કરવા માટે મજબુર બને છે. મોટાભાગના ટ્રાન્સજેન્ડરો ધરેલું કામ કરવાની ઇચ્છા ધરાવતા હોય છે.
સૌ પ્રથમ વખત નેશનલ હયુમન રાઇટસ કમિશન દ્વારા ટ્રાન્સજેન્ડરો પર અભ્યાસ કરવામાં આવ્યો છે. જેન્ડર સ્પેસિફીકેશન સમયે પણ તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. ભારત એવો દેશ છે જયાં રાશન કાર્ડ, પાન કાર્ડ, શૌચાલયો, સિકયોરીટી ચેક જેવી તમામ પબ્લીક યુટીલીટીમાં બે જ વિકલ્પો છે. અભ્યાસ મુજબ પ૭ ટકા ટ્રાન્જેન્ડરો લિંગ પરિવર્તન કરાવવા માંગતા હોય છે. પરંતુ તેનો ખર્ચ ખમી શકતા નથી.
આપણાં દેશમાં તમામ પડાવ પર તેની અવગણના કરવામાં આવે છે. પરંતુ સામાજીક જવાબદારી અને ઓછા શિક્ષણને કારણે તેઓ બેરોજગારીનો ભોગ બને છે અને આથીંગ સામાજીક અધિકારોથી પણ વંચીત રહે છે. એ લોકોને સ્વીકારવા સમાજ તો દૂર તેના વાલીઓ પણ તૈયાર થતાં નથી.રિપોર્ટ મુજબ ફકત ર ટકા જ માતા-પિતા ટ્રાન્સજેન્ડર બાળકોને અપનાવે છે. દેશમાં ૨૦૧૧ સુધીમાં ફકત ૪.૮ લાખ ટ્રાન્સજેન્ડરો રહ્યા હતા જેમાંથી ફકત ૩૦ હજાર લોકોએ મતદાન નોંધણી કરાવી છે.
૯૯ ટકા ટ્રાન્સજેન્ડરો તેનો સમાજ, પરિવારસાથી રિજેકશનનો સામનો કરે છે. ૯૬ ટકા ટાન્સજેન્ડરોને નોકરી છોડી ઓછા પડતા કામો કરવા માટે મજબુર કરવામાં આવે છે. પ૦ થી ૬૦ ટકા જેટલા ટાન્સજેન્ડરો શિક્ષિત હોવા છતાં અસ્વિકૃતિનો ભોગ બની ચુકયા છે. ૧૮ ટકા ટ્રાન્સજેન્ડરોનું શારિરીક શોષણ ૬૨ ટકા લોકોનું વાણીત્મક શોષણ સ્કુલ દરમ્યાન કરવામાં આવે છે. ૩૯ ટકા લોકો પાસે પોતાની કોઇ સંપતિ નથી. ફકત ર ટકા ટ્રાન્સજેન્ડરો તેમના ઘર પરિવાર સાથે રહે છે અને બાકીના તમામ ગુરુ-ચેલા સિસ્ટમમાં જીવન પસાર કરે છે.
૨૯ ટકા ટ્રાન્સજેન્ડરો કયારેય સ્કુલ ગયા નથી. ફકત ૬ ટકા ને જ ખાનગી ક્ષેત્ર અથવા એનજીઓમાં નોકરી આપવામાં આવી છે. મોટાભાગના સમલીંગી, સંગીત, નાચ, સેકસ વર્ક, શાકભાજી વેચાણ જેવી નાની મોટી ફરજ બજાવી ગુજરાન ચલાવે છે. માત્ર ૧ ટકા ટ્રાન્સજેન્ડરો મહીનાની રપ હજાર આવક ધરાવે છે. તમિલનાડુ એકમાત્ર રાજય છે જેમાં ટ્રાન્સજેન્ડરોને શિક્ષણ, ઓખળ, ખોરાક, ઘર મકાનના અધિકારો આપવામાં આવ્યા છે.