ગુજરાતનાં પાંચ મહાન વ્યકિતત્વની આત્મકથાના અંશનું અનેરું મંચન: સરગમ કલબનું આયોજન
જામનગર અને રાજકોટ બન્નેના દર્શકો ઓવારી ગયા: શબ્દ, સંગીત, અભિયન, પ્રકાશ, ઘ્વનિ, દ્રશ્યનો અદભુત સમન્વય
રાજકોટના કલાકાર કસબીઓ દ્વારા તૈયાર થયેલા નાટયરુપ પ્રયોગ હું આત્મહત્યા છું નો પ્રથમ શો થોડા સમય પહેલા યોજાયા બાદ ટુંકા ગાળામાં જામનગરમાં પણ એ પ્રયોગને સુંદર સફળતા મળી હતી અને હવે ફરી રાજકોટમાં તા. ૧૬મી ઓગષ્ટ ગુરુવારે આ શો યોજાશે. આ ત્રીજો શો માટે સરગમ કલબનો સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમ માટે પ્રવેશપત્રનું વિતરણ શનિવાર સાંજથી શરુ થશે. નિમંત્રિતો ઉપરાંત ભાવોક, ભાષાપ્રેમીઓ પણ એ માણી શકશે.
૭મી જુલાઇએ આ પ્રયોગ હેમુ ગઢવી મીની હોલમાં થયો ત્યારે ૨૫૦ દર્શકોની ક્ષમતા વાળાએ હોલમાં લગભગ ૪૨૫ લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો. ગુજરાતના સાક્ષર નરોત્નમ પલાણ, કલામર્મજ્ઞ અને અર્થશાસ્ત્રી ડો. કે.કે. ખખ્ખર પણ એને વખાણી ચુકયા છે. સૌરાષ્ટ્રના કલાજગતે આ પ્રયોગની સુંદર નોંધ લીધી છે.
ત્યારે દર્શકોની સતત માંગણીને ઘ્યાને રાખીને ત્રીજો પ્રયોગ ૧૬ ઓગષ્ટે યોજાશે. કોઇ સંસ્થા કોસઇ બેનર વગર કલાકારોએ પોતે જ આ પ્રયોગ કર્યો છે.
અને પ્રથમ વખત તો મંચન પણ એમ જ કર્યુ હતું. એ દિવસે દર્શકોનો મિજાજ જોઇને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ પોતાની સંસ્થા આ આયોજન કરશે એવું કહ્યું હતું.૧૬ ઓગષ્ટે યોજાનારા આ શોમાં પણ નર્મદ, મણિલાલ નભુભાઇ દ્રિવેદી ક.મા. મુનશી ગાંધીજી અને ચંદ્રકાન્ત બક્ષીની આત્મકક્ષાના અંશનું મંચન કરાશે. દરેક પાત્રને અનુરપ સંગીત, ઓડીયો- વિઝયુઅલ ઇફેકટ એલઇડી સ્કીન પર વિવિધ દ્રશ્યો પ્રકાશ આયોજનથી આ આની કૃષિ માણવા લાયક બની છે. હું આત્મકથાનું લેખન, પરિકલ્પન, સંકલન અને સંશોધન ચિત્રલેખાના પત્રકાર લેખક જવલંત છાયાનું છે.
દિગ્દર્શન જાણીતા કલાકાર રક્ષિત વસાવડાએ કર્યુ છે. આત્મકથાના રુપમાં દર્શકોની દાદ કાનન છાયાએ મેળવી છે. ઉપરાંત રાજકોટના નિવડેલા કલાકાર હર્ષિત ઢેબર, હિતાર્થ ભટ્ટ, દેવર્શ ત્રિવેદી, ક્રિષ્ના પટેલ પણ અભિનય કરી રહ્યા છે. મંચ રચના કલા નિર્દેશક કેયુર અંજારીયાએ કરી છે. પ્રકાશ ઘ્વનિ સંચાલન ચેતન ટાંક, ચેનસ ઓઝા અને બિરદ છાયા સંભાળશે. નેપથ્ય અને નિર્માણ સંચાલન જલ્પા છાયા સહાય કરી રહ્યા છે. આ ત્રીજા શોને ટી પોસ્ટનો સહયોગ સહયોગ પણ સાંડયો છે. પ્રચાર પ્રસારની વ્યવસ્થા સેવન સેન્સ ક્ધસેપ્ટસ સંભાળી રહ્યું છે. કાર્યક્રમ માણવા માટે રાજકોટના ભાષાપ્રેમી ભાવકોએ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા અને મંત્રી મૌલેશભાઇ પટેેલે નિમંત્રણ આપ્યું છે પાસ માટે હેમુ ગઢવી હોલ ટીકીટ બારી (સવારે ૧૦ થી ૧, બપોરે ૪ થી ૭ ખાતેથી મળી શકશે.