બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક સહાય અને સ્વરોજગાર માટે આર્થિક સહાયની યોજના જાહેર કરનાર ગુજરાત દેશમાં સૌ પ્રથમ રાજ્ય બન્યુ છે: જીતુભાઇ વાઘાણી
ગુજરાતમાં બિન અનામત વર્ગની જ્ઞાતિઓના વિર્દ્યાથીઓને શિક્ષણમાં સહાય તેમજ સ્વરોજગારી માટેની અનેક યોજનાઓની આજે ગુજરાત ભાજપા સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક સહાય અને સ્વરોજગાર માટે આર્થિક સહાયની યોજના જાહેર કરનાર ગુજરાત દેશમાં સૌ પ્રથમ રાજ્ય બન્યુ છે.
એસ.સી., એસ.ટી. તથા ઓબીસીને મળતા લાભો અને તેની બંધારણીય જોગવાઇઓને યાવત રાખી દરેક સમાજ વધુ પ્રગતિ કરી શકે અને સામાજીક સમરસતા જળવાઇ રહે તે હેતુથી ગુજરાતમાં બિન અનામત વર્ગ આર્થિક વિકાસ નિગમ અને આયોગની સપના કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાચા અર્થમાં ચરિર્તા કરી બિન અનામત વર્ગની જ્ઞાતિઓ માટે લાભદાયી યોજના બનાવવામાં જેમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે તેવા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આભાર માન્યો હતો.
જેને બંધારણીય અનામતનો લાભ નથી મળ્યો તેવી તમામ જ્ઞાતિના વિર્દ્યાથીઓને શૈક્ષણિક રીતે આગળ વધવા માટે આ યોજનાથી ઘણી મોટી તકો પ્રાપ્ત થશે. મેડીકલ, ડેન્ટલ, વ્યવસાયિક એવા અનેક શૈક્ષણિક અભ્યાસ ક્રમોમાં વિર્દ્યાથીઓને ટ્યુશન ફી આપવાની, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જનાર વિર્દ્યાથીઓને લોન આપવાની, છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિર્ધ્યાથીઓના ભોજન બીલમાં સહાય આપવાની, ટ્યુશન ફી આપવાની, જેઇઇ, નીટ, ગુજકેટ જેવી અનેક પરીક્ષાઓના કોચીંગ માટે આર્થિક સહાય જેવી અનેક જોગવાઇઓનો આ યોજનામાં સમાવેશ થયેલ છે. ઉપરાંત આ વર્ગોને સ્વરોજગારી મળે તે માટે લોન આપવાની તેમજ યુવાનોને ધંધો રોજગાર ચાલુ કરવા, હોસ્પીટલ બનાવવા, ઓફીસ બનાવવા માટે કે નાના વ્યવસાય માટે દુકાન વગેરે બનાવવા માટે ઓછા વ્યાજની લોન સહાય આપીને સ્વરોજગારી આપવાની જોગવાઇ પણ આ યોજનામાં સામેલ છે.