કેબીનેટ મંત્રી કૌશીક પટેલ અને ગુજરાત પછાત વર્ગના ચેરમેન નરેન્દ્ર સોલંકીની ઉપસ્થિત
રાજયના કેબીનેટ મંત્રી કૌશિકભાઈ પટેલ તેમજ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીના અધ્યક્ષ સને સુરત જિલ્લાના ઉમરપાડા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો કાર્યક્રમમાં ઉપસ્તિ રહ્યાં હતા. જેમાં આ દિવસ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયેલા લોકો આદિવાસી પહેરવેશમાં આવ્યા હતા અને આદિવાસી સંસ્કૃતિની ઝલક બતાવી હતી. આ તકે કેબીનેટ મંત્રી કૌશિકભાઈ પટેલ તેમજ નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવેલ હતું કે, આદિવાસીઓની આગવી ઓળખ અને સંસ્કૃતિ ધીમે ધીમે નષ્ટ ઈ રહી હોવાનું જણાતા અન્ય સમુદાયના લોકો આદિવાસી સંસ્કૃતિને સમજી શકે તેમજ આદિવાસીઓ પોતાના હકકો, ફરજો પ્રત્યે સભાન બને અને આદિવાસીઓના ભવિષ્યને ઉજ્જવળ દિશા આપવાના શુભ આશયે યુએન દ્વારા ૯ ઓગષ્ટને વિશ્ર્વ આદિવાસી દિન જાહેર કરવામાં આવ્યો છે.
આ વિશ્ર્વ આદિવાસી દિન નિમિત્તે યોજાયેલ આ સાંસ્કૃતિક કાર્યક્રમ સુરત જિલ્લા આદિવાસી સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી પહેરવેશમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.