દાદરાનગર હવેલીના સાંસદ નટુ પટેલે વિશ્ર્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં લોકોને પાછલા નવ વર્ષમાં કરવામાં આવેલ પોતાના કાર્યોની જાણકારી દેવાના બદલે નકારાત્મક વલણ અપનાવી હતાશામાં આદિવાસી ભવન માટે પાયાવિહોણું નિવેદન કરી નાખ્યું. જે સાબિત કરે છે કે પ્રદેશના સાંસદનું માનસિક સંતુલન બગેડેલી અવસ્થામાં છે. અવૈધ કબ્જાનો શબ્દ પ્રયોગ કયા અર્થમાં અને કયાં સંયોગમાં કરી શકાય તેનું રતીભાર પણ જ્ઞાન નથી તેવું પ્રગટ થયું આવું નિવેદન કરવાવાળા સાંસદમાં અભ્યાસ અને જ્ઞાનનો અભાવ જોવા મળ્યો.
આદિવાસી ભવનનું નિર્માણ સરકારે કર્યું હોવાનું નિવેદન પણ ખોટું અને પાયાવિહોણું છે. સત્ય તો એ છે કે આદિવાસી ભવનના નિર્માણમાં સરકારી સહાયનો એક પૈસો પણ નથી લાગ્યો. આ ભવન ફકત આદિવાસી વિસ્તારના પ્રતિનિધિઓની મહેનત અને લોકોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. નિવેદન કરતા પહેલા સાંસદે આ વિશે જાણી લેવું જોઈતું હતું પણ સાંસદ તો નિંદ્રાવસ્થામાં પહોંચી ગયા છે અને સાંસદ જેવા ઉચ્ચ પદની ગરિમાનું ભાન ભુલી ચુકયા છે.
પ્રદેશની હાલની સ્થિતિનું કારણ જોઈને અને લોકચર્ચાનો કયાસ કાઢવામાં આવે તો નટુ પટેલ પ્રદેશનું ભાન ભુલી ચુકયા છે. એવુ પ્રતિત થાય છે એવી સ્થિતિમાં સાંસદ હતાશામાં આવા પાયાવિહોણા અને બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે. ભવનનું નિર્માણ સરકાર અને સ્થાનીય પ્રશાસનના નીતિ નિયમો અનુસાર કરવામાં આવ્યું છે અને તમામ પ્રવૃતિઓ કાયદા અનુસાર કરવામાં આવે છે. સાંસદના આ નિવેદનને આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. આ વિશે માનહાનીનો દાવો કરવાનો પણ વિચાર છે.