રક્ષાબંધનને વૃક્ષારોપણ સાથે સાંકળવાની ફોરમ પટેલે મહિલાઓને કરી અપીલ
રક્ષાબંધન એટલે સુરતના એક નાજુક તાંતણેથી સંબંધો અને લાગણીઓની મીઠાસ અને મજબુતાઈ વડે ભાઈની રક્ષા કરવા માટે મનોકામના કરતી બહેનનો તહેવાર આ તહેવાર છે. સંબંધોનો, લાગણીઓનો વિશ્ર્વાસનો પ્રેમનો….
કોણ હલાવે લીંબડીને કોણ ઝૂલાવે પીપળી
ભાઈની બેન લાડકી ને ભઈલો જુલાવે ડાળખી’
આ ઉકિતને લઈ ફોરમ પટેલ ને એક એવો વિચાર આવ્યો તેમણે ક્રિશ હોલ, પર્ણકૂટી મેઈનરોડ, કોલોની પાસે, નાનામવા રોડ ખાતે પોતે જાતે બનાવેલી ઈકો ફેન્ડલી રાખડી કે જેમાં લાકડુ, કલર, મોતી ને સૂતરની દોરીનો ઉપયોગ થયો છે. આ રાખડીના વેચાણ સાથે તેઓ ઔષધી વૃક્ષના છોડ જેવા કે, તુલશી, બ્રંહ્મી, ફૂદીનો, લીલીચા, સતાવરી, ગુલાબ, કરંજ, અર્જુન, શેતુર , ઉમરો, બોરસલીના છોડ ભેટ આપ્યા હતા. અને આસાથે વૃક્ષના ફાયદા અને મહત્વ સમજાવતી પત્રીકા પણ ભેટ આપી હતી. બધી જ રાખડીઓને વેસ્ટેજ છાપામાંથી બનાવેલી બેગમાં આપવામા આવી છે.જેથી પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડીને પ્રદુષણ ઓછુ કરવાનો પ્રયાસ છે. જે સમાજમાં આ પર્વને વૃક્ષ રોપણ સાથે સાંકળી લે તો દેશમાં માત્ર પાંચ વર્ષમાં ઘટાદાર જંગલો હોય તેવું બની જશે તો દરેક બહેનોને અપીલ કરી છે.