આદિવાસી વિકાસ સંગઠનની ૩૦વર્ષ પહેલા પ્રજવલિત (સળવાવેલ) જયોત આજે પણ અખંડ છે. તે આજની જનમેદનીએ સાબિત કરી દીધું છે.
પ્રદેશની જનતાએ આવનાર ઉજજવળ ભવિષ્યનો આજે જયઘોષ પણ કરી દીધો છે. દાદરા અને નગર હવેલીના સાંસદ અને આદિવાસી વિકાસ સંગઠનના પ્રમુખ મોહનભાઇ ડેલ કરે વિશ્ર્વ આદિવાસી દિવસ મનાવવાના અવસર ઉપર હાજર રહેલ હજારોની સંખ્યામાં પ્રદેશના ખુણે ખુણેથી આવેલ જનમેદની વચ્ચે આ શબ્દો કહ્યા, મોહનભાઇ ડેલકરે એની લાક્ષણીક શૈલીમાં પાછલા ૧૦ વર્ષનો હિસાબ ચુકતે કરવાનો સંદેશ પ્રદેશની જનતાને આજની મહાસભામાં ઉ૫સ્થિત રહીને આપી દીધો.
થે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય કાળને સાથે જોડવાના સમય આવી ગયો છે. કારણ કે આપણો ભૂતકાળ આપણું ભવિષ્ય આવી વિચારધારા ને લઇને ચાલવું પડશે. પ્રદેશના ઉજજવળ ભવિષ્ય માટે બધાએ સામુહિક પ્રયાસો કરવા પડશે. મોહનભાઇ ડેલકરે હાલની સ્થિતિ જોતા કહ્યું કે જનતાએ રાખેલ વિશ્ર્વાસ પર ખરો ઉતરીશ અને સાથે સાથે શિક્ષિત યુવાનોને રોજગાર મારી પ્રાથમીકતા છે.
ડેલકરે બહુ જ લાગણી ભર્યા સ્વરમાં કહ્યું કે પ્રદેશની એકતા અને સમાજના સ્વમાનને કયારેય કમજોર નહી થવા દે જેવી રીતે દાદરાનગર હવેલીના વિકાસમાં બધા સમાજનું યોગદાન રહ્યું છે. તેવી જ રીતે આજની આદિવાસી સમાજની સભામાં બધા સમાજના લોકોનું યોગદાન રહ્યું છે. એની મને અત્યંત ખુશી છે આ સભામાં જીલ્લા પંચાયતના પ્રમુખ રમણ કાકડવા ઉ૫પ્રમુખ મહેશ ગાવિતે પણ સભાને સંબંધીત કરી હતી. અને તેઓએ પ્રદેશની અત્યારની બેરોજગારની સ્થીતી વિશે દુ:ખ વ્યકત કર્યુ. પ્રદેશને વિકાસની મુખ્યધારામાં લઇ આવી શકે તેવા મોહનભાઇ ડેલકર એક જ નેતા છે.
તેઓને સામે રાખીને ચાલવું પડશે એવી લાગણી લોકોને આ સભાના માઘ્યમથી વ્યકત કરી. આ સભામાં ડેલકર, મોહનભાઇ ડેલકરના મોટા બહેન ચંદનબેન અને ઇંદુબેન, ધર્મપત્ની કલાબેન, પુત્ર અભિનવની ખાસ હાજરી રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોમાં ડો. ટી.પી. ચૌહાણ, કાકડ નિકુણિયા, કમલેશ પટેલ, દીપક પ્રધાન, સુરેશ કોટિયાન, દીપક પટેલ, ગુલાબ સંગઠનના જીજી સંસ્થામાં કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન દીપક પટેલ તથા જશવંત પટેલે સંભાળ્યું હતું.