સરકારની ૧ કરોડ ગ્રામીણ અને ૧ કરોડ શહેરી આવાસની યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા મકાનો જરૂરિયાતમંદોને આપવામાં આવતા નથી તેવું વિપક્ષનું કહેવું છે. આ ઉપરાંત કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત બનેલા મકાનોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સાંકળી રહ્યું છે અને પોતાનો ટાર્ગેટ વધ્યો હોવાના ગપગોળા મારી રહ્યું છે.
ભાજપ સરકારે છ વર્ષમાંથી ત્રણ વર્ષમાં એક કરોડ ગ્રામીણ આવાસ અને એક કરોડ શહેરી આવાસ બનાવવાનું લક્ષ્યાંક આપ્યું હતું. જેમાં તેમણે ઈન્દિરા આવાસ યોજનાને પણ સાંકળી લીધી છે.
૨૮ જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉમાં શહેરી વિકાસ યોજનાના ત્રણ વર્ષ પુરા થતાં કહ્યું હતું કે, ૫૪ લાખ શહેરી આવાસને મંજૂરી આપવામાં આવી છે અને ૧ કરોડ ગ્રામીણ આવાસ સોંપી દેવામાં આવ્યા છે.
પરંતુ મળતી વિગતો પ્રમાણે ગ્રામીણ વિકાસ માટે વડાપ્રધાન દ્વારા અપાયેલા આંકડા ઉદ્ધત છે. જુલાઈના અંત સુધીમાં માત્ર ૪૩ લાખ આવાસ પૂર્ણ થયા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય મુજબ ત્રણ વર્ષમાં એક કરોડ ઘરની આ મહત્વાકાંક્ષી યોજનાના લક્ષ્યને પુરો કરવા સરકારે ૭૭ લાખ ઘરોની સંખ્યા પુરી કરવી જોઈતી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ દ્વારા અપાયેલા ૧ કરોડ આવાસના આંકડામાં કોંગ્રેસની ઈન્દિરા આવાસ યોજના પણ સામેલ છે. તેવો એનડીએ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ૨૦૧૩-૧૪ અને ૨૦૧૫-૧૬માં આવાસ યોજના અંતર્ગત ૮૫ ટકા કામ પૂર્ણ યાનું જણાવ્યું હતું જે ટાર્ગેટ પ્રમાણે૫૭ ટકા જ થયું હતું. જયારે શહેરી વિસ્તારમાં માત્ર ૮ ટકા શહેરી આવાસો પૂર્ણ થયા હતા.