ઈમરાન ખાનની ‘તાજપોશી’ પહેલા ૩૦ ભારતીય માછીમારોને છોડી મુકવામાં આવશે
પાકિસ્તાનની ચૂંટણી જીત્યા બાદ પૂર્વ ક્રિકેટર અને રાજકીય નેતા ઈમરાન ખાન હવે પાકિસ્તાનનો દોરી સંચાર કરશે. જો કે તેમની ‘તાજપોશી’ પહેલા જ તેમણે ભારત સાથેના સબંધોમાં થોડી મીઠાશ આવે અને સબંધો થોડા હળવા થાય તેની તૈયારી બતાવી છે. ઈમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેની ‘તાજપોશી’ના અવસરે આમંત્રણ આપ્યું છે.
જો કે, નરેન્દ્ર મોદીએ પણ ઈમરાનની પાર્ટીની જીત બાદ તેમને ફોન કરી શુભેચ્છા પાઠવી હતી. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં પાક.ના પૂર્વ વડાપ્રધાન ઉપસ્થિત રહ્યાં હતા. જો કે ખાને સબંધો સુધરે અને મહદઅંશે ભાઈચારાની ભાવના બની રહે તે માટે પીએમને તાજપોશીમાં હાજરી આપવા આમંત્રણ મોકલ્યું છે.
તો બીજી તરફ ભારતીય હાઈ કમિશનર અજય બિસરીયાએ પાક. ફોન કરીને પીએમ પાક. આવશે તે વાતને સ્વીકારી લીધી છે. ઈમરાનની તાજપોશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.
નરેન્દ્ર મોદીની સાથે સાથે યુએસ,રશિયા, ઈરાન, સાઉદી અરેબીયા, યુકે અને યુએઈના વડાઓ પણ ઈમરાનને શુભેચ્છા આપવા પહોંચી ગયા છે. હાલ પાક. સરકારે એવું કહ્યું છે કે ભારત-પાક.ના સબંધો સુધારવા હાલ ભારતીય બોર્ડર પરી પાક. આર્મીને ખસેડી લેવામાં આવી છે અને પાક. આર્મી ભારતીય સેનામાં કોઈ હસ્તક્ષેપ નહીં કરે તેવું કહ્યું છે.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાનને અભિનંદનનો ફોન આપતા કહ્યું કે બંને દેશ વચ્ચે જે કંઈ પણ અસમજૂતિ છે, અણબનાવ છે તેને એક સાથે મળીને સુલજાવવાનો પ્રયત્ન કરીશું અને સબંધો સુધરે તેવા પ્રયાસ કરીશું.
મહત્વનું છે કે ભારતા-પાક. વચ્ચેના સબંધો બગડવાનું મુખ્ય કારણ પાક. દ્વારા થતી આતંકવાદી પ્રવૃતિઓ છે. બંને દેશના સબંધો મજબૂત કરવા હોય તો આતંકી પ્રવૃત્તિને ડામવી પડશે.
ભારત અને પાક.ના સબંધો સુધારવા માટે સૌથી પહેલા અપહરણ થતા રોકવા પડશે. સરકારે તાજેતરમાં જ પાક. દ્વારા પકડાયેલા કેટલા માછીમારોને છોડવાની વાત કરી છે તો પાક. સરકારે પણ મૈત્રીનો હાથ લંબાવતા ૩૦ ભારતીય અને માછીમારોને ૧૩ ઓગષ્ટે છોડી મુકવાની બાહેધરી આપી છે.
પાકિસ્તાનમાં ‘ખાન’નો વિજય થતાં હવે ભારત-પાક.ના સબંધો સુધરશે તેવું લાગી રહ્યું છે. ઘણા સમયથી સળગતો કાશ્મીર ઈશ્યુ બંને દેશના સબંધો સુધરતા થોડે ઘણે અંશે પણ ઠંડો પડી જાય તેવું લાગી રહયું છે.