સ્કૂલના પુર્વ એકાઉન્ટને ચેક બુક મેળવી જુદા જુદા ખાતામાં ૨૭ ચેક નાખી ઉપાડી લીધા: બે શખ્સો સામે નોંધાતો ગુનો
શહેરના ઇન્દ્રપ્રસ્થનગર ખાતે આવેલી પી.વી.મોદી સ્કૂલના બેન્ક ઓફ બરોડામાંથી પૂર્વ એકાઉન્ટ સહિત બે શખ્સોએ રૂ.૨૧ લાખના ૨૭ ચેક વટાવી ઠગાઇ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પર્ણકુટિ સોસાયટીમાં રહેતા પી.વી.મોદી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી રશ્મિકાંતભાઇ પ્રવિણચંદ્ર મોદીએ જીવરાજ પાર્કમાં રહેતા તુષાર પ્રવિણભાઇ રોકડ અને અમદાવાદના શશિકાંતસિંધ નામના શખ્સો સામે સ્કૂલની ૫૦ પેઇઝના ચેક બુક છળ કપટથી મેળવી તેમાં બોગસ સહી કરી પી.વી.મોદી એજ્યુકેશન ટ્રસ્ટના બેન્ક ઓફ બરોડાના ખાતામાંથીરૂ.૨૧, ૦૬,૮૬૫ પાડી લીધાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પી.વી.મોદી સ્કૂલમાં દોઢેક માસ માટે એકાઉન્ટનું કામ કરવા આવેલા તુષાર પ્રવિણભાઇ રોકડે ૫૦ પેઇઝની ચેક બુક છળ કપટથી મેળવી લીધા બાદ તેમાં બોગસ સહી કરી અમદાવાદના શશિકાંસિંધને કમિશનથી વટાવવા આપી રૂ.૨૧ લાખની ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.પી.વી.મોદી સ્કૂલમાંથી ૨૭-૧૨-૧૭ થી ૩૦-૭-૧૮ દરમિયાન ચેક બુક તુષાર પ્રવિણ રોકડે મેળવી કૌભાંડ આચર્યાનો પોલીસે ગુનો નોંધી પી.આઇ. એન.એન.ચુડાસમા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.