ઈતિહાસમાં પ્રથમ વખત સૂર્યની સૌથી નજીકી સંશોધન થશે; મેટ્રોલોજીસ્ટ વીલીયમ મુતર્ધ સહિતના વૈજ્ઞાનિકો નાસાના નવા સ્પેશ ક્રાફટમાં શનિવારે સવારે રવાના થશે
કુદરતી આફતોનો સ્ત્રોત એ પૃથ્વી પર પ્રકાશ અને જીવનનો સ્ત્રોત છે તેમ કહી શકાય. કારણ કે હવા, પાણી, પ્રકાશ જીવન માટે જરૂરી છે તો તે તારાજી સર્જવામાં પણ સક્ષમ છે. બ્રહ્માંડમાં રહેલ ખગોળીય કચરાનો પૃથ્વી પરનો ભય છે જ પરંતુ શું માનવીય જીવનને પ્રકાશ પૂરું પાડતો સૂર્ય પણ પૃથ્વી માટે ભયજનક છે ? જી હા, ખગોળશાત્રીઓનું કહેવું છે કે, સૂર્યના જ્વલંત પદાર્થો પૃથ્વી પરનો સૌથી ખતરનાક ભય છે. જેને સાબિત કરવા નાસાએ સંશોધન પણ શરૂ કરી દીધા છે.
સૂર્યનું વાયુમંડળ નિયમિત રૂપી પ્રોટોનો અને ઉર્જાવાન કણોના વિસ્ફોટી બને છે જે પૃથ્વીનો માત્ર મિનીટોમાં નાશ કરી શકે છે અને રેડીયો સંચારને બાધિત અને જીપીએસ સીસ્ટમમાં હસ્તક્ષેપ પણ કરી શકે છે.
રાષ્ટ્રીય મહાસાગર અને વાયુ મંડળીય પ્રશાસન મૌસમ વૈજ્ઞાનિક વીલીયમ મુર્તધે આ વિશે જણાવતા કહ્યું કે, આ એક વિજ્ઞાન કાની જેમ લાગે છે પરંતુ આ એવું સત્ય છે કે માત્ર સંભવ જ નહીં પણ દૂરના ભવિષ્યમાં વાની તીવ્ર સંભાવના છે. વીલીયમ મુર્તધ કે જે અંતરિક્ષ મોસમ ભવિષ્યવાણી કેન્દ્રના પ્રમુખ પણ છે.
વીલીયમ મુર્તધે કહ્યું કે, અંતરિક્ષના મોસમની ઘટનાઓને સમજવા અને ભવિષ્યવાણી કરવા માટે ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકો સંઘર્ષ કરી રહ્યાં છે. કારણ કે, સૂર્યની ચારેબાજુ કુર વાતાવરણ ફેલાયેલું છે. જેની નિકટતમ જવું અશકય જ છે અને આ સાબિત કરવું પણ અતિ મુશ્કેલ છે.
પરંતુ યોજના અનુસાર, શનિવારની વહેલી સવારે મુતર્ધ અને તેના શોધકર્તા સાથીઓ નાસાના નવા સ્પેશ ક્રાફટમાં સૂર્યના ખતરારૂપ જોખમના સંશોધન માટે રવાના થવાના છે. અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ સૂર્યની નજીક નથી થઈ શકયા તે જગ્યાએ મુતર્ધ સહિતના વૈજ્ઞાનિકો જશે અને પૃથ્વી પરના સૂર્યના ખતરનાક ભય અંગે અભ્યાસ કરશે.