ખરાબ હવામાનને પગલે યાત્રા થંભી ગઈ હતી જે હવે ફરી શરૂ થઈ ગઈ છે
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કૈલાસ માનસરોવરની યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. ખરાબ હવામાનને કારણે કૈલાશ માનસરોવર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને ફરી યાત્રિકો માટે ખૂલ્લો મૂકાયો છે. ભારતીય તીર્થયાત્રી નેપાલગંજમાં સિમીકોટ માટે ૧૦ નાના વિમાનોમાં ઉડાન ભરશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે હવામાન સુધરતા બુધવારથી સિમીકોટ અને નેપાલગંજ વચ્ચે નિયમિત ઉડાન શરૂ થઈ ગઈ છે. વધુમાં તેમણે કહ્યું કે બુધવારે સૌથી પણ વધારે તીર્થયાત્રીઓ સિમીકોટથી ટુમલા સુધી જવા રવાના થયા હતા. તેઓ કૈલાશ માનસરોવર તરફ આગળ વધી રહ્યા છે.
તો બીજી તરફ કૈલાશ માનસરોવરથક્ષ પરત ફરતા હિલસા અને ટુમલા વિસ્તારમાં ફસાયેલા ભારતીય યાત્રીઓને હવાઈ માર્ગ દ્વારા તેમના સ્થાનપર પહોચાડવામાં આવી રહ્યા છે.
ભારતીય દૂતાવાસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હવામાન ખરાબ હોવાને કારણે સિમીકોટમાં ફસાયેલા ૧૬૫ તીર્થયાત્રીઓમાંથી ૧૧૦ યાત્રીઓને હવામાનમાં સુધારો થતા સોમવાર અને મંગળવારે બહાર કાઢવામાં આવ્યા બાકીના ૫૫ ને બુધવારે હવાઈ માર્ગ નેપાલગંજ લાવવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કૈલાશ માનસરોવરની યાત્રા શ‚ થાય છે. જેમાં ખૂબજ મોટી સંખ્યામાં ભારતીય શ્રધ્ધાળુઓ યાત્રા કરે છે. હોસ્પિટલમાંથી મેડીકલ ચેકઅપ થયા બાદ આ યાત્રીઓ કૈલાશ માનસરોવર માટે નીકળે છે. ગત માસે ૧૫૦૦ જેટલા યાત્રીઓએ કૈલાશ માન સરોવરની યાત્રા કરી આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને દરેક પ્રકારની સગવડ પણ આપવામાં આવે છે.