ભારતે અમેરિકા પાસેથી પહેલાથી જ ૧ કરોડ ક્રુડ બેરલનું બુકીંગ કર્યું છે
ચીન અને અમેરિકા વચ્ચે સતત ટ્રેડવોર ચાલી રહી છે. બંને દેશો એકબીજાને પછાડવામાં લાગ્યા છે. સ્ટીલ અને કાચા તેલને લઈને થઈ રહેલા આ વિવાદથી ભારતને ફાયદો થઈ શકે છે. ચીન અમેરિકા પાસેથી સૌથી વધી કાચા તેલ અને ગેસની ખરીદી કરે છે પરંતુ અમેરિકાએ સ્ટીલ ઉત્પાદનો પર ટેરિફ લગાડતા પરિસ્થિતિઓ બદલી રહી છે. એવામાં અમેરિકાએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે, જે દેશ ઈરાન સાથે વેપાર કરશે તેની સાથે અમેરિકા વેપાર સંબંધો તોડી નાખશે.
હવે ભારતે અમેરિકા પાસેથી લગભગ ૧૦ મિલીયન બેરલ બુક કરાવ્યા છે. જે ગતવર્ષના આંકડા કરતા ત્રણ ગણા છે માટે ચીન સાથેની વોર બાદ ભારત અમેરિકાને પોતાની શરતો મુજબ તેલ ખરીદી કરાવી શકે છે.
જણાવી દઈએ કે, તેલની આયાતમાં ભારત ત્રીજો સૌથી મોટુ ટર્નઓવર ધરાવતો દેશ છે. જો ભારત ઈરાનથી તેલની ખરીદીમાં અછત ઉભી કરશે તો ભારત કાચા તેલની કિંમતો ઘટાડવા અંગે અમેરિકા પર દબાણ કરી શકે છે. આ ઉપરાંત ભારત અમેરિકાને એવું પણ કહી શકે છે કે એશિયામાં ચીન સામે જીતવા માટે તેઓ સાઉદી અરબ પર દબાણ કરશે તો તેઓ કાચા તેલની કિંમતો ઘટાડશે.