દાદરાનગર હવેલીમાં પર્યટન વિભાગ દ્વારા મોનસુન મેજીક ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશના રાધા પંચાયત ગ્રાઉન્ડ પર પર્યટન સચિવ પુજા જૈન તથા દાદરાનગર હવેલીના સાંસદ નટુભાઇ પટેલે ફેસ્ટીવલનો શુભારંભ કરાવ્યો હતો.
આ અવસરે તારથા નૃત્ય, નૂટ થાળી પ્રતિયોગીતા, વૃક્ષારોપણ, પેન્ટીંગ, વોલીબોલ, કબ્બડી, રિંગ ફુટબોલ અને રસ્સી ખેંચ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિયોગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફેસ્ટીવલમાં ક્રોસ કંટ્રી રેસનું આયોજન કરાયું હતું. આ સિવાય અન્ય પ્રતિયોગીતાઓ પણ આયોજીત કરાયા હતા. રાધા ગ્રાઉન્ડ પર આયોજીત કાર્યક્રમમાં પર્યટન સચિવ પૂજા જૈન, સાંસદ નટુભાઇ પટેલ, પર્યટન વિભાગના અધિકારી મોહિત મિશ્રા સહિત અન્ય અધિકારી મોહિત મીશ્રા સહીત અન્ય અધિકારીઓ અને લોક પ્રતિનિધિઓ ઉ૫સ્થિત રહયા હતા.