સમય પ્રમાણે ‘નૈતિકતા’ના માપદંડ ફરે નહીં?
ડાન્સ બાર ઉપરનો સુપ્રીમે પ્રતિબંધ હટાવી લેતા મહારાષ્ટ્ર સરકારે લાયસન્સના નિયમો કડક બનાવી દીધા
જૂના લાયસન્સ રીન્યુ અને નવા લાયસન્સ મેળવવાના નિયમો કડક થતાં ડાન્સબાર માલિકો સુપ્રીમમાં
સમયની સાથે સાથે અશ્લીલતાની ભાષા પણ બદલાઈ રહી છે: સુપ્રીમ કોર્ટ
શું સમય પ્રમાણે “નૈતિકતાના માપદંડ ફરી શકે નહીં ? તેવો પ્રશ્ન ડાન્સ બાર મામલે મહારાષ્ટ્ર સરકારના વલણ પરી ઉભો થયો છે. મુંબઈમાં ચાલતા ડાન્સ બાર પર રોક લગાવવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસ સામે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, શા માટે સરકાર ડાન્સબાર માલિકોને નવા લાયસન્સ અવા લાયસન્સ રીન્યુ કરી આપતી નથી ? સમયની સાથે સાથે નૈતિક માપદંડો પણ કરી રહ્યાં છે અને જો લીવ-ઈન-રીલેશનશીપને માન્યતા મળી શકે તો ડાન્સબારને કેમ નહીં ? તેમ પ્રશ્ન પુછી સુપ્રીમે મહારાષ્ટ્ર સરકારના વલણ સામે નારાજગી જતાવી છે.
અગાઉના સમયની સરખામણીએ આજના સમયે ઘણી રીતિ-પધ્ધતિઓ બદલાઈ ગઈ છે. ઘણી પ્રથાઓની સાથે સાથે રહેણીકરણી સહિતની પ્રવૃતિઓમાં બદલાવ આવ્યા છે. પરંતુ આ બદલાવ ત્યારે જ આવી શકે જ્યારે લોકોની માનસિકતા બદલી શકે પરંતુ આ બાબતે મહારાષ્ટ્ર સરકારનું વલણ તદન ભીન્ન જોવા મળ્યું છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે રાજયમાં ચાલતા ડાન્સ બાર પર પ્રતિબંધ લાદયો હતો જેને ડાન્સ બાર માલિકોએ સુપ્રીમમાં પડકારતા સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધને હટાવી લીધો હતો.
સુપ્રીમે પ્રતિબંધ હટાવતા મહારાષ્ટ્ર સરકારે જૂના અને નવા લાયસન્સને લઈ નિયમો વધુ કડક બનાવી દીધા જેથી ડાન્સ બાર માલિકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારના કડક વલણને લઈ ડાન્સ બાર માલિકોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જેની સામે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, મુંબઈમાં મોરલ પુલિસિંગ થઈ રહ્યું છે. રાજય સરકારના કડક નિયમોના કારણે મુંબઈમાં એક પણ ડાન્સ બાર વ્યવસ્તિ ચાલી નથી રહ્યાં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમયની સાથે સાથે અશ્ર્લીલતાની પરિભાષા પણ બદલી ગઈ છે. અગાઉ જૂની ફિલ્મોમાં ચુંબન અને પ્રેમભર્યા દ્રશ્યો બતાડવા માટે બે ફૂલોનું મિલન અને બે પક્ષીઓને દેખાડાતા હતા પરંતુ હાલના સમયે એવું નથી રહ્યું.
ન્યાયાધીશ એ.કે.સીકરી અને અશોક ભુષણની બેંચે કહ્યું કે, જો કાયદો લીવ-ઈન-રીલેશનશીપને માન્યતા આપતો હોય તો મહારાષ્ટ્ર સરકાર ડાન્સ બારને માન્યતા કેમ ન આપી શકે ? લીવ-ઈન-રીલેશનશીપ અગાઉ સ્વીકાર્ય ન હતું પરંતુ અત્યારે માન્ય છે કારણ કે સમય બદલાઈ રહ્યો છે જેની સાથે માનસિકતા પણ બદલાવી જોઈએ.
જણાવી દઈએ કે, સુપ્રીમમાં ૮૧ અરજીઓ થઈ હતી જે તમામ અરજીઓમાં ડાન્સ બાર માલીકોએ નવા લાયસન્સ અને જૂના લાયસન્સ રીન્યુ માટે માંગ કરી છે. ડાન્સ બાર માલીકોએ કહ્યું કે, સરકારે નવા નિયમો લાગુ કર્યા છે અને તમામ ડાન્સ બારમાં સીસીટીવી કેમેરા લગાવવા આદેશ કર્યો છે. પરંતુ સીસીટીવી કેમેરાી પ્રાઈવસીના હકનું શોષણ થશે જે લોકો ડાન્સ બારમાં આવે છે તેઓ નથી ઈચ્છતા કે તેઓ કેમેરામાં આવે અને તે મુળભૂત હકોનું પણ ઉલ્લંઘન ગણી શકાય. સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ સુનાવણી ૨૩મીએ હાથ ધરશે.