શ્રાવણ મહિનો નજદીક આવતા ઠેર-ઠેર જુગારની ક્લબો ધમધમે છે ત્યારે ધ્રાંગધ્રા પંથકમા પણ આવી કેટલીક જુગારની ક્લબોના ઓપનીંગ થયેલા છે પરંતુ શહેરી વિસ્તારની હદમા કડક પીઆઇ અધિકારીઓના લીધે ખાનગી રીતે ચાલતી જુગારની ક્લબો પર જુગારીઓ જતા અચકાય છે જેથી કેટલાક જુગારીઓ જાહેરમા પત્તા ટીચતા પણ દેખાય છે તેવામા છેલ્લા ત્રણ દિવસમા ધ્રાંગધ્રા પંથકમા જ ત્રણ જુગારના દરોડામા કુલ 19 પત્તાપ્રેમીઓ લાખ્ખો રુપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા જેના પરથી સાબિત થાય છે કે અહી ઠેર-ઠેર જુગારની ક્લબો ચાલે છે.
ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા આવેલા તુલસી રેસ્ટોરંટના પાસે ગલીમા કેટલાક શખ્સો પત્તાથી જુગાર રમતા હોવાની માહિતી મળતા પીઆઇ એન.કે.વ્યાસ, રણજીતસિંહ ચૌહાણ, દશરથભાઇ રબારી, મહાવીરસિંહ સહિતનાઓ તુરંત બાતમીવાળા સ્થળે પહોચી જતા જુગાર રમતા તમામ શખ્સોમા નાશભાગ મચી ગઇ હતી છતા પણ 6 જેટલા પત્તાપ્રેમીઓ જેમા…,
(1) ગુણવંત નંદલાલ ઠક્કર(લુવાણા) રહે:- તળાવશેરી ધ્રાગધ્રા
(2) મગન નાનજીભાઇ ડોરીયા(અનુજાતી) રહે:- ભગવતીનગર, ગામ-વ્રજપર
(3) ગોવરધન કેશાભાઇ કોળી(ઠાકોર) રહે ગામ:- થળા
(4) ગોવીંદ મોડજીભાઇ કોળી(ઠાકોર) રહે ગામ:- નરાળી
(5) ડાયાલાલ મુળજીભાઇ સિંધવ(અનુજાતી) રહે:- આંમ્બેડકરનગર, ધ્રાગધ્રા
(6) દેવેન્દ્ર શામજીભાઇ સિસોદીયા(રાજપુત) રહે:- હજુરીયાલાઇન,
ધ્રાગધ્રાવાળાને પોલીસે ઝડપી પાડી રોકડ 21100 તથા મોબાઇલ નંગ 6 કિમત 7000 સહિત કુલ 28100ના મુદ્દામલ સાથે ઝડપી લઇ તમામ જુગારીઓને સીટી પોલીસ સ્ટેશન લઇ જઇ તેઓના વિરુધ્ધ ગૃન્હો દાખલ કરી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી.