એન્જલીનાનો પતિ બ્રાડ પીટ તેના બાળકો સાથે મારપીટ કરતા હોવાનો આરોપ લગાવ્યો
હોલીવુડ અભિનેત્રી એંજલીના જોલીને ૨૦૧૬માં પોતાના પતિ બ્રાંડ પીટથી અલગ થઇ છે. તેણે તેના પતિ પર આરોપી લગાવ્યો છે કે બ્રાંડ પીટ બાળકોના ઉછેરમાં મદદરુપ થતા નથી. ૪૩ વર્ષીય એન્જલીના ના વકીલે લોસ એન્જિલસની સુપીરિયર કોર્ટમાં અરજી દાખલ કરી અને કહ્યું કે ૨૦૧૬ થી ૨૦૧૮ દરમિયાન બ્રાંડ પીટે એન્જલિનાને કોઇ પણ પ્રકારની આર્થિક સહાય કરી નથી અને તેણે તેના બાળકોની પણ સારસંભાળ લીધી નથી. કોર્ટને એવું પણ જણાવવામાં આવ્યું કે બંને પક્ષ દ્વારા અનૈપચારિક રુપે એવું નકકી કરવામાં આવ્યું હતું કે બ્રાંડ પીટ બાળકોના ભરણપોષણ માટે નિશ્ચીત રકમ આપશે જે આજ સુધી આપ્યા નથી.
આ અંગે બ્રેડ પીટના પ્રતિનિધિઓએ કંઇપણ ટિપ્પણી કરી નથી જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્રેડ પીટ તેણે આપેલું વચન પાળી બતાવે તેવો માણસ છે.
ઉલ્લેખનીય છે કે એન્જિલીના એ સપ્ટેમ્બર ૨૦૧૬માં છુટાછેડા લીધા હતા તેના તુરંત બાદ બ્રેડપીટ પર ફાંસમાં આરોપ લગાવવામાં આવ્યો કે તેણે તેના ૧પ વર્ષીય દિકરા મેડોકસની સાથે મારપીટ કરી એન્જલીનાએ એવો દાવો કર્યો હતો કે પીટે જ મેડોકસને માર્યો હતો જેની તપાસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા હાથ ધરાઇ હતી.
મહત્વનું છે કે એન્જલીનાને બધા જ બાળકો સોંપી દેવામાં આવ્યા છે અને બ્રેડપીટ કયારેક કયારેક આ બાળકોને મળી શકે છે જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે બ્રેડ એક ડોકટરની હાજરીમાં તેના સંતાનોને મળી શકે છે. એન્જલિનાને છ બાળકો છે. જેમાં મેડોકસ, પૈકસ, જહર, શિલાહ અને નોકસ તેમ જ વિવિએન નો સમાવેશ થાય છે. જેમાંથી ત્રણ બાળકો એન્જલીના અને બ્રાંડપીટના છે. જયારે અન્ય બાળકો દત્તક લીધેલા છે. ૨૦૦૪ માં પ્રથમ મુલાકાત અને એક ફિલ્મ સાથે કર્યા બાદ ૧૦ વર્ષ સુધી ડેઇટીંગ કરતા રહ્યા બ્રાંડ અને એન્જલીના ત્યાર બાદ ફ્રાસમાં ૨૦૧૪માં તેમણે લગ્ન કરી લીધા અને ૨૦૧૬માં છુટા પડયા.