મચ્છરોની ઉત્પત્તિ સબબ ૯ આસામીઓ પાસેથી રૂ.૩૩,૫૦૦નો વહિવટી ચાર્જ વસુલાયો
મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા તાવની અટકાયત માટે મહાપાલિકા દ્વારા ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ૯ સ્થળેથી મચ્છરોની ઉત્પતિ મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો.
ચેકિંગ દરમિયાન ફેમીલી કોર્ટના કેમ્પસ પરની બાંધકામ સાઈટ પર મચ્છરો મળી આવતા કોન્ટ્રાકટરને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૫૦ ફુટ રીંગ રોડ પર શ્રી પાર્ટી પ્લોટ, સોરઠીયાવાડીમાં શ્રીજી એન્ટરપ્રાઈઝ, કોઠારીયા રોડ પર સાજીદભાઈ બેકરીવાળા, મહેશ્વરી સોસાયટીમાં જયદીપભાઈના વોટર પ્લાન્ટ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર સેર્વોલેટ ઓટો સર્વિસ, વિઝન ૨૦-૨૦, બાપુનગરમાં ડેકન ફર્નિચર, ગીરીશ ફાઉન્ડ્રી, સંદિપ મેન્યુફેકચરીંગ, સોરઠીયાવાડીમાં રવિભાઈ પટેલની ઈન્ડસ્ટ્રીઝ અને બાપુનગરમાં ભંગારના ડેલામાંથી મચ્છરોની ઉત્પતિ મળી આવતા ૯ આસામીઓને રૂ.૩૩,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.