રોહિદાસપરા, રૂરલ હાઉસીંગ બોર્ડ કવાર્ટર અને રાધાકૃષ્ણનગરમાં જુગારના દરોડા: રૂ.૧.૨૯ લાખની રોકડ કબ્જે
શહેરમાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારની મૌસમ શરૂ થઇ હોય તેમ પોલીસે ત્રણ સ્થળે જુગાર અંગે દરોડા પાડી ૨૨ શખ્સોને રૂ.૧.૨૯ લાખની રોકડ સાથે ધરપકડ કરી છે.
રોહિદાસપરામાં રહેતા દિપક મીઠાભાઇ પરમારના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા દિપક મીઠા પરમાર, આશિષ કાંતી ચૌહાણ, જીતેન્દ્ર કમા ચુડાસમા, શૈલેષ રવજી પરમાર, ચામડીયાપરાના અમીન ઉર્ફે ઉકો યાકુબ મમાણી, રોહિદાસપરાના ભરત નાનજી ચુડાસમા, ભગવતીપરાના કિશોર પુંજા મકવાણા, રોહિદાસપરાના હિતેશ ગોવિંદ મકવાણા, મહાત્મા ગાંધી પ્લોટના વિનોદ ડાયા વાઘેલા અને રાજેશ અરજણ પરમાર નામના શખ્સોને રૂ.૧૦,૪૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.
જયારે કોઠારિયા રોડ પર આવેલા રાધાકૃષ્ણનગર શેરી નંબર ૧૯માં રહેતા પ્રભાત રાયધન જળુના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા પ્રભાત રાયધન જળુ, હિતેષ રમણીક ડોડીયા, હિરેન નિતિન કુબાવત, મયુર પ્રવિણ અજુડીયા, પંકજ અમૃત ઢોલરીયા અને પ્રશાંત ચકુ ઢોલરીયા નામના શખ્સોને રૂ.૯૨,૩૮૦ રોકડ સાથે ધરપકડ કરી છે.
યુનિવર્સિટી રોડ પર આવેલા રૂરલ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા વનરાજસિંહ નવલસિંહ રાણાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. ડી.વી.દવે, પી.એસ.આઇ. એન.બી.ડાંગર, એએસઆઇ વી.એન.કુછડીયા, પુષ્પરાજસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વનરાજસિંહ રાણા, વિક્રમસિંહ ગંભીરસિંહ જાડેજા, નવદીપસિંહ હરીચંદ્રસિંહ જાડેજા, કિશોરસિંહ રતનસિંહ ચુડાસમા, વિરભદ્રસિંહ અજીતસિંહ ગોહિલ અને જગદીશસિંહ કેશરીસિંહ રાણા નામના શખ્સોને રૂ.૨૭,૧૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.