ભાદર નદીમાં જેતપૂરનાં ડાઈંગ પ્રીન્ટીંગના એકમો દ્વારા લોકમાતા ભાદરમાં કેમીકલયુકત પાણી ઠાલવી સમગ્ર નદી અને ડેમનાં પાણી દુષીત થતા હોવા સામે જનપ્રતિનિધિ તરીકે રણશીગુ ફૂંકનાર લડાયક ધારાસભ્ય લલીત વસોયાએ તા.૧૧ ને શનિવારે જળસમાધીની ચીમકી ઉચ્ચરી હતી તેમ છતા સરકારે જવાબદારો સામે ન્યાયીક પગલા નહી ભરતા તા.૧૧ શનિવારે સવારે ૧૦ કલાકે ભૂખી ગામે મહાસભા અને જળસમાધી કાર્યક્રમ યોજાશે જેમાં સૌરાષ્ટ્ર–ગુજરાતના ૧૨ ધારાસભ્યો અને પાસનાં પ્રણેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે.
ધારાસભ્ય લલીત વસોયા ઉપરાંત તેમને સમર્તન આપવા ધારાસભ્યોની યાદી મુજબ લલીત કગથરા, પરસોતમ સાવલીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચીરાગ કાલરીયા, પ્રવિણભાઈ મુછડીયા, જે.વી. કાકડીયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા, તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતનાં કોંગ્રેસી આગેવાનો વિવિધ રાજકીય સામાજીક સંસ્થાના અગ્રણીઓ ટેકેદારો, સમર્થકો, અને દુષીત પાણીથી પીડીત ૩૦ ગામોનાં ગ્રામજનો ભાદર બચાવો અભીયાનમાં જોડાશે.