લીંબડી તાલુકાના વિવિધ ગામોના પંચાયત ઘરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
લીંબડી તાલુકાના પાંદરી ખાતે અંદાજીત રૂપિયા ૧૪ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ઘરનુ લોકાર્પણ કરતા રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આધુનિક ભવનના નિર્માણ થકી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી રાજ્ય સરકાર લોક સુખાકારી માટેનું સંનિષ્ઠ કાર્ય કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગામડાઓને પાકા રસ્તાથી જોડીને ગ્રામ વિકાસને વેગ આપ્યો છે, સાથો-સાથ જ્યોતિ ગ્રામ યોજના દ્વારા ગુજરાતના ગામડાઓમાં ૨૪ કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ બનાવ્યો છે. તેમણે રાજ્યમાં મહિલા સશક્તિકરણ અર્થે હાથ ધરાયેલ વિવિધ કાર્યોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, મહિલાઓ સશકત બને તે માટે રાજ્ય સરકારે અનેક પગલાં ભર્યા છે, ૧૦૮ દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી છે, સાથો-સાથ ૧૮૧ અભયમ દ્વારા મહિલાઓની સુરક્ષા માટેનું કાર્ય પણ કર્યું છે.આ પ્રસંગે મંત્રીના હસ્તે ઘાઘરેટીયા, ઘાઘોસર, સામતપર, ફૂલવડી અને ઉંટડી ગ્રામ પંચાયત ઘરનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આ પ્રસંગે લીંબડી ના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ગુજરાત ગૌણ સેવા પસન્દગી મંડળ ના માજી. ચેરમેન પ્રકાશભાઈ સોની, ગુજરાત કિસાન મોરચા ના મંત્રી રાજભા ઝાલા, સુરેન્દ્રનગર દૂધ ડેરી ના ચેરમેન બાબાભાઈ ભરવાડ, લીંબડી નગરપાલિકા ના પ્રમુખ ધીરુભાઈ ખાંદલા, લીંબડી તાલુકા પંચાયત ના પ્રમુખ રામુબેન બ્લોલિયા, લીંબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, જગદીશભાઈ મકવાણા, યસવંતભાઈ પરમાર, રાજુભાઇ ભરવાડ, સ્મિતાબેન રાવલ, નિર્મલાબેન યાદવ, હંસાબેન ઉનેચા, પ્રતિમાબેન રાવલ, મનદાકિનીબેન ઉપાધિયાય, તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.