મોરબી એલસીબી ટીમે નવલખી રોડ પર વિદેશીદારૂની ૨૧ બોટલ સાથે યુવાનને ઝડપી લીધા બાદ સપ્લાયરનું નામ ખુલતા પોલીસે માળીયા હાઇવે પર ફાર્મ હાઉસમાં બીજો દરોડો પાડી ૧૦૮ બોટલ દારૂ ઝડપી લઈ અડધા લાખથી વધુનો દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમને પ્રોહીબિશન અને જુગારની બદી નાબુદ કરવા સૂચના આપતા પોલીસ કોન્સટેબલ ભરતભાઇ મિયાત્રાને મળેલ હકિકત આધારે મોરબી નવલખી રોડ, લાયન્સનગરમાં આવેલ મેણંદભાઈ આલાભાઇ રાઠોડના રહેણાંક મકાનમાંથી આરોપી લાલજીભાઈ ગગુભાઇ અવાડીયા રે. નવલખી રોડ અમૃતપાર્ક સોસાયટી મોરબી વાળાને વિદેશી દારૂની બોટલ નંગ – ૨૧ કિંમત રૂ.૯૧૨૦ સાથે પકડી પાડી મોરબી સીટી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.
વધુમાં એલસીબી ટીમે પક્ડેલ આરોપીએ ઇગ્લીશ દારૂ ક્યાંથી, કોની પાસેથી લાવી કોના વતી વેચતો હતો જે બાબતે પુછતા પકડાયેલ લાલજી અવાડિયાએ વટાણા વેરી નાખ્યા હતા અને ઇગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકાના નાગડાવાસ ગામના મેણંદલાઇ આલાભાઇ રાઠોડનો હોવાનું અને તેઓએ તેમના ભવાની ફાર્મ હાઉસમાથી આપેલ હોય તેમજ તેમના કહેવાથી જ વેચતો હોવાનું જણાવતા એલસીબી ટીમે બીજો દરોડો પાડ્યો હતો.બીજા દરોડામાં મોરબી માંળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ વિદરકા ગામના પાટીયા સામે ડીસન્ટ હોટલ પાસે નવદુર્ગા હોટલ પાછળ આવેલ ભવાની ફાર્મ હાઉસમાં રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ૧૦૮, કી.રૂ.૪૩૨૦૦ નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી ભવાની ફાર્મ હાઉસના માલિક મેણંદભાઈ આલાભાઈ રાઠોડ વિરૂદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો.