ગુજરાતમા સીઝનના પહેલા છુટા છવાયા વરસાદ સમયે ઝાલાવાડમા નહિવત વરસાદ હોવાથી પાણીનો પ્રશ્ન ઉદભવ થયો છે આ સાથે કેનાલોમા પણ પાણીની આવક નહિવત હોવાને લીધે ખેડુતો તથા માલધારીઓની મુશ્કેલી ખુબજ વધી છે તેવામા માલધારી સમાજ દ્વારા પોતે પાણીની કટોકટીમા જીવન ગુજારતા હવે તેઓની માથે પશુઓની પણ ચીંતા વધી છે
જેમા પાણીની સમશ્યા ઉદભવ થતા મોંઘવારીમા પશુઓનો આહાર ગણાતો ઘાસચારો મળવો પણ મુશ્કેલ બની ગયો છે જેના લીધે કેટલાક મધ્યમ વગઁના માલધારી સમાજ દુધાળા પશુઓને રાખી પોતાનુ ગુજરાન ચલાવનારાઓની કટોકટી હવે વધી છે તેથી ઘાસચારાની વધતી જતી મુશ્કેલીના લીધે ઝાલાવાડના અનેક તાલુકાઓમા માલધારી સમાજ દ્વારા પોતાના દુધાળા પશુઓ માટે સરકાર આ દુષ્કાળના વષઁ દરમિયાન રાહતદરે ઘાસચારો પુરો પાડે તેવી માંગ કરી છે
ત્યારે ધ્રાગધ્રા પંથકના માલધારી સમાજ દ્વારા પણ પોતાના પશુઓના ઘાસચારા માટેની સમશ્યા ઉદભવ થતા સમગ્ર માલધારી સમાજ દ્વારા એકઠા થઇ બાઇક રેલી સ્વરુપે ધ્રાગધ્રા ડે.કલેક્ટર પજ્ઞાબેન મોણપરાને આવેદન પત્ર પાઠવ્યુ હતુ જેમા રજુવાત દરમિયાન માલધારી સમાજ દ્વારા જણાવાયુ હતુ કે આ વષેઁ દુષ્કાળ જેવી સ્થિતી ઉતપન્ન થતા હવે પાણી તથા ઘાસચારો પશુઓને પુરો પાડવો માલધારીઓ માટે ખુબજ જટીલ પ્રશ્ન બની ગયો છે
જેથી કેટલાક માલધારીઓના પશુઓ પાણી અને ભુખના લીધે મૃત્યુ તરફ વળી રહ્યા છે જેથી સરકાર તથા તંત્ર દ્વારા માલધારીઓના પશુને રાહતદરે ઘાસચારો પુરો પાડે તેવી માંગને લઇને ડે.કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતુ. જ્યારે ડે.કલેક્ટરને આવેદનપત્ર આપવા સમયે માલધારી સમાજના આગેવાન ગોપાલભાઇ મેવાડા, સુરાભાઇ ભરવાડ, ટીડા ભગવાનભાઇ ભરવાડ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.