અયોધ્યા રામમંદિરની સાથે સાથે થાઈલેન્ડના અયુથ્થામાં પણ મંદિર નિર્માણ કાર્ય શરૂ
રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન બાદ મોટાપાયે રામમંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે ઐતિહાસીક શહેર અયુતુથામાં પણ આજે ભવ્ય પૂજામંદિરનું નિર્માણ શરૂ થયું.
ટ્રસ્ટીઓનાં જણાવ્યા પ્રમાણે આ મંદિર ભારત બહાર ભગવાન રામનો સંદેશ ફેલાવવામાં મદદરૂપ થશે.
ભૂમિપૂજનનું અનુષ્ઠાન કર્યા બાદ અયોધ્યામાં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. જો કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં થોડુ મોડુ થયું છે. આખો મામલો સુપ્રિમકોર્ટમાં હોવાને કારણે મંદિર બનવામાં મોડુ થયું છે.
તો બીજી તરફ થાઈલેન્ડમાં પણ મંદિરનું નિર્માણ બૌધ્ધિક સ્તર પર થઈ રહ્યું છે. વિશ્વભરમાં ભગવાન રામનો સંદેશ ફેલાવવામાં થાઈલેન્ડનું આ મંદિર મદદરૂપ થશે.
અહી રામમંદિરનું નિર્માણ બેંકોકના હાર્દ સમાન ચાઓફાયા નદીના તટ પર થશે. એવું માનવામા આવે છે કે ૧૫મી સદીમાં થાઈલેન્ડની રાજધાની અયોધ્યા નામના શહેરમાં હતી જે સ્થાનિક ભાષામાં અયુત્થયા છે.
જયારે ૧૮મી સદીમાં બર્મી સૈનિકોએ શહેર પર કબ્જો કર્યો ત્યારે એક નવો રાજા ગુલાબ હતો તેણે પોતાને રામ પ્રથમ કહ્યા. જેને અત્યારે બેંકોકના નામે ઓળખીએ છીએ આ રાજા ગુલાબે મહાકાવ્યારામકિયન લખ્યું જે સ્થાનિક ભાષામાં રામાયણ છે. અને તેને રાષ્ટ્રીય મહાકાવ્ય બનાવી દીધું અને તેને અમરલેન્ડ બુધ્ધમંદિરની દિવાલો પર મારલેસના રૂપે ચિત્રિત કરવામાં આવ્યું અને શાહી પરિવાર દ્વારા તેને સંરક્ષીત કરવામાં આવ્યું.
જોકે તેઓ બૌધ્ધ હતા છતા પણ પોતાને રામ ભગવાન કહી શાહી પ્રમાણપત્ર સ્થાપિત કર્યુ જે દક્ષિણ પૂર્વ એશિયાના બૌધ્ધો માટે નાયક ગણાતા. હવે અયોધ્યા રામ મંદિરની સાથે સાથે થાઈલેન્ડમાં પણ રામમંદિર બનવા જઈ રહ્યું છે.