લાસ વેગાસ ખાતે મળેલી બ્લેક હેટ સિકયુરીટીની બેઠકમાં હેકિંગ સામે લડવાની ટેકનોલોજી અંગે ચર્ચા વિચારણા થઈ
કોમ્પ્યુટરની શોધ સાથે જ હેકિંગનું દૂષણ ઉભુ થયું હતું. ટેકનોલોજીનો વિકાસ થતાં હેકિંગથી બચવાના રસ્તા અત્યાધુનિક બનતા ગયા પરંતુ હેકર પણ કોઈ લલ્લુ-પંજુ નહીં પરંતુ માસ્ટર માઈન્ડ હોવાથી તેમના પ્રહારો વધુ આક્રમક બનતા ગયા. હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીઝન્સના જમાનામાં હેકિંગથી વધુ ખતરો ઉભો થયો છે.
હેકરો સામે લડવા અનેક રસ્તાઓ વિશ્ર્વની ટોચની ટેક કંપનીઓ અપનાવી ચૂકી છે. આઈબીએમ કોર્પોરેશન ટૂંક સમયમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીઝન્સના માધ્યમી હેકરોને રોકવાનો રસ્તો બતાવશે. તાજેતરમાં લાસ વેગાસ ખાતે બ્લેક હેટ સિકયુરીટીની બેઠક મળી હતી. જેમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના માધ્યમી હેકિંગનું દુષણ કયાં પ્રકારે રોકી શકાય તે અંગે નિષ્ણાંતોએ ચર્ચા કરી હતી.
હાલ વિશ્વની ટોચની ટેક કંપનીઓ હેકિંગથી થતી છેતરપિંડી રોકવા માટે ઉંધામો થઈ છે. સ્માર્ટફોનના વિકાસ સાથે હેકિંગ વધુ વરવુ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વિશ્વના કોઈ છાને ખુણે બેઠેલો વ્યક્તિ ટેકનોલોજીના માધ્યમથી અન્ય વ્યક્તિના કોમ્પ્યુટર કે મોબાઈલમાં ઘુસી તેને આર્થિક, સામાજીક નુકશાન પહોંચાડી શકે છે. આવા ખતરાને રોકવા હાલ તો આર્ટીફીશીયલ ઈન્ટેલીઝન્સ એકમાત્ર વિકલ્પ હોય તેવું કંપનીઓને લાગી રહ્યું છે.
આઈબીએમ કોર્પોરેશન જેવી કંપનીઓ હાલ આર્ટીફીશીયલ ઈન્ટેલીઝન્સના માધ્યમી હેકિંગને કયાં પ્રકારે સદંતર બંધ કરી શકાય તે જાણવા પ્રયાસ કરી રહી છે. વિગતોનુસાર પ્રારંભીક તબકકે કંપનીને મસમોટી સફળતા હાંસલ થઈ છે.